વ્યવસાય વેરો ભરવા ૧૯,૨૦૦ બાકીદારોને નોટિસ: ૩૦૪૯ નવા રજીસ્ટ્રેશન
કંપનીઓ, બેંકો, ભાગીદારી પેઢીઓ, કારખાનાઓ અને સંસ્થાઓ પોતાની પેઢીમાં કે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારોનો ચાલુ માસનો વ્યવસાય વેરો ભરી શકે તે માટે કોર્પોરેશન દ્વારા વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ માસનો વ્યવસાય વેરો આગામી ૨૫ થી ૩૧ માર્ચ સુધીના સમયગાળામાં ભરપાઈ કરી શકાશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરા પેટે કોર્પોરેશનને રૂપિયા ૧૯.૯૬ કરોડની આવક થવા પામી છે જે ગત વર્ષની સરખામણીએ રૂપિયા ૧.૭૪ કરોડ વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં નવા ૩૦૪૯ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.
વ્યવસાય વેરાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે આજ સુધીમાં ૧૯,૨૦૦ બાકીદારોને નોટીસ ફટકારવામાં આવી છે.કર્મચારીઓ અને કામદારોનો ચાલુ માસનો વ્યવસાય વેરો ભરવા ઈચ્છતી કંપની કે વેપારી પેઢી ૨૫ થી લઈ ૩૧ માર્ચ સુધીમાં કોર્પોરેશનમાં વ્યવસાય વેરો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે