૨૫મીથી દિવાળી પર્વનો પ્રારંભ તો હોય રાજ્ય સરકાર દ્વારા વહેલો પગાર કરી દેવાનો નિર્ણય

આગામી ૨૫મી ઓકટોબરી દિવાળી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓ અને પેન્શનરોને વહેલો પગાર કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૨૧ થી ૨૩ ઓકટોબર સુધીમાં તબક્કાવાર તમામ વર્ગના કર્મચારીઓને પગાર કરી દેવામાં આવશે. વર્ગ-૪ના કર્મચારીઓને રૂા.૩૫૦૦ દિવાળી બોનસ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને પગાર જે તે માસ પૂર્ણ યા બાદ પછીના પ્રમ ત્રણ દિવસમાં ચૂકવી દેવામાં આવે છે. આ પ્રથા છેલ્લા ૨૬ વર્ષી ચાલી રહી છે. આગામી ૨૭મી ઓકટોબરના રોજ દિવાળી છે અને ૨૫મીથી દિવાળી પર્વનો પ્રારંભ થઈ ર્હયો છે. ત્યારે કર્મચારીઓ, પેન્શનરો, આનંદ અને ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર ૨૦૧૯ના પગાર ભથ્થા અને પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઓકટોબર માસ પૂરો થાય તે પછી પ્રથમ ત્રણ દિવસમાં પગાર ચૂકવવાના બદલે ઓકટોબર માસનો પગાર ૨૧મીથી ચૂકવવાનું શરૂ કરવામાં આવશે અને ૨૩ સુધીમાં તબક્કાવાર તમામ વર્ગના કર્મચારીઓના પગાર ચૂકવી દેવામાં આવશે. આ ઠરાવ અનુદાનીત શૈક્ષણિક સંસઓ તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓને લાગુ પડશે. ગઈકાલે નાણા વિભાગના નાયબ સચિવ કે.કે.પટેલ દ્વારા પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. વર્ગ-૪ના કર્મચારીઓને દિવાળી બોનસ પેટે રૂા.૩૫૦૦ ચૂકવવાનો નિર્ણય પણ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.