Abtak Media Google News
  •  રૂ. 8.11 લાખની કિંમતના વાહન અંગત ઉપયોગ માટે લઇ ગયાં બાદ જમા કરાવ્યા જ નહિ : તમામ વાહન રિકવર કરી લેવાયા

રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ ટીવીએસ બાઈકના સ્ટોક યાર્ડમાં નોકરી કરતાં ચિરાગ રમેશભાઈ જરીયા નામના શખ્સે કંપનીની જાણ બહાર રૂ.8.11 લાખની કિંમતના 10 બાઈક અંગત ઉપયોગ માટે લઈ ગયા બાદ જમા નહીં કરાવી વિશ્ર્વાસઘાત કર્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે કાર્યવાહી હાથ ધરી કર્મચારીની ધરપકડ કરી તમામ વાહનો રિકવર કરી લેવામાં આવ્યા છે.

માલવીયાનગર પોલીસે આ અંગે માધવ ઓટો મોબાઈલ પ્રા.લી. ટીવીએસ શો રૂમમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતાં શૈલેષભાઈ મનહરલાલ મહેતની ફરિયાદ પરથી ચિરાગ રમેશ જટીયા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી હતી. ફરિયાદ અનુસાર શૈલેષભાઈ મહેતા દ્વારા રાજકોટના બે ઉપરાંત જસદણ, વાંકાનેર, વેરાવળના શો રૂમની દેખરેખ રાખવાની હોય છે.

તેમજ સ્ટોક યાર્ડમાં રહેલ તમામ બાઇકનો સ્ટોક ચેક કરવાનું કામ પણ તેનું હોય છે.જે પૈકી ગોંડલ રોડ ઉપર આવેલા સ્ટોક યાર્ડમાં હેલ્પર કમ એસેસરીઝ ફિટર તરીકે નોકરી કરતાં આરોપી ચિરાગ (રહે.મચ્છાનગર મેઈન રોડ, મા. યાર્ડ પાસે) દ્વારા એસેસરીઝ ફિટીંગ ઉપરાંત ટ્રક લોડીંગ,નવી બાઇકની ડિલીવરી કરવા, ડિસપ્લેમાં ગાડી મુકવાનું કામ કરવાનું હોય છે.

દરમિયાન ગઈ તા.15-12-23ના તેના કર્મચારી રવિભાઈ દ્વારા આ સ્ટોક યાર્ડમાં સરપ્રાઈઝ ચેકીંગ કરાતા રૂા.8.11 લાખની કિંમતના બાઈક મળી આવ્યા ન હતા.આથી પૂછપરછ કરાતા આરોપી ચિરાગની વર્તુણક શંકાસ્પદ જણાયું હતું અને તે કામ મુકીને જતો રહ્યો હતો.જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી હાલ માલવિયાનગર પોલીસે આરોપીમે સકંજામાં લઇ તમામ વાહનો રીકવર કરી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.