તાત્કાલીક ખાડા બુરવાની કાર્યવાહી કરવા માંગ કરતા કોંગી નેતા મહેશ રાજપૂત: મૃતક હર્ષને શ્રધ્ધાંજલી પાઠવતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

બ્રીજના કામે ખોદવામાં આવેલ ખાડામાં રાજકોટના 25 વર્ષીય યુવાન હર્ષ અશ્વિનભાઈ ઠક્કરનું રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેર અને કોન્ટ્રાક્ટરની ઘોરબેદરકારીના કારણે નિર્દોષ યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે, ત્યારે આ તકે રાજકોટ મહાનગરપાલિકાનું નિંભર કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં સુતેલું તંત્ર શું કરી રહ્યું છે ? નિર્દોષ નગરજનો અને જનતાએ નાકામયાબ અને બ્રીજ બનાવવામાં નિષ્ફળ નીવડેલ કોન્ટ્રાક્ટર રણજીત બીલ્ડકોણ કંપનીને બ્રીજ બનાવવાનો ઠેકો આપ્યો છે

ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં બ્રીજના ચાલુ કામે પડી જવાની ઘટના અગાઉ બની હતી ત્યારથી આજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાએ રણજીત બીલ્ડકોન ઠેકેદાર સામે કશી જ કડક કાર્યવાહી કરેલ નથી તેમજ રગડધગડ ચાલતા બ્રીજના કામોમાં ટેન્ડરની તારીખો પૂર્ણ થઇ ગઈ હોય ત્યારે બે-બે માસનું એક્સ્ટેન્શન આપી રહ્યા છે જેમાં કોઈ જ પ્રકારની પેનલ્ટી વસુલાત કર્યા વગર સમયમર્યાદા વધારવામાં આવી છે.

આ તકે   મહેશ રાજપુતે જણાવ્યું હતું કે તમામ જવાબદારો સામે મનુષ્યવધનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને પગલા લેવા માંગ કરી હતી. તેમજ ભોગ બનનારના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા અને જવાબદાર કોન્ટ્રાક્ટર બંને વળતર ચુકવે તેવી માંગ કરી હતી. ખાડા નગરી રાજકોટ શહેરમાં રૈયા રોડ ઉપર ન્યુ એરા  શાળા ની સામે આખું બાળક સમાઈ જાય તેવા મસમોટા ખાડા કરવામાં આવેલ છે ત્યાં કોઈ જ બેરીકેડિંગ કરવામાં આવેલ નથી તેમજ ભીસ્તીવાળ, થોરાળા, જી.આઈ.ડી.સી. વગેરે જેવી જગ્યાએ મસ-મોટા ખાડા છે ક્યાય પણ બેરીકેડિંગ કરવામાં આવેલ નથી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું નિંભર અને નકટુ તંત્ર હજુય કેટલા મોતની રાહ જુવે છે ?

આ શહેરમાં છાસવારે કોઈકનો લાડકવાયો કે કોકનો કંધોતર છીનવાઈ જાય છે. જે આંકડા રાજકોટ મહાનગરપાલિકા ના તંત્રના રેકોર્ડ પર પણ મૌજુદ છે. તેવું મહેશ રાજપુતે જણાવ્યું છે તેમજ સમગ્ર રાજકોટ શહેરમાં કોઈપણ જગ્યાએ જો ખાડા ખુલ્લા જોવા મળે તો મહેશભાઈ રાજપુતે તેઓના મોબાઈલ નં. 98244 08004 ઉપર ફોટા, વોર્ડ નં. અને પૂરું એડ્રેસ જણાવવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.