મોરબી શહેરમાં તો અનેક સ્થળે ગંદકી અને ઉભરાતી ગટરની સમસ્યા જોવા મળે છે જોકે આ ગંદકીથી સરકારી કચેરી પણ બાકાત નથી મોરબી ના તાલુકા સેવાસદન માં ખદબદતી ગંદકી છતાં તંત્ર કાર્યવાહી કરવા શુભ મુર્હતની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે

મોરબીના લાલબાગમાં આવેલ સેવાસદનની અંદરના કમ્પાઉન્ડમાં બેફામ ગંદકી જોવા મળે છે જ્યાં માત્ર કાગળ અને કચરો જ નહિ પરંતુ ગંદા પાણીના થર જામેલા જોવા મળે છે તાલુકા સેવાસદન કચેરીમાં મોરબીના અધિકારીઓ બેસતા હોય છે છતાં જવાબદાર અધિકારીઓ આ બાબતે અજાણ હોય અથવા આંખ આડા કાન કરતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે ગંદકીને પગલે કચેરીમાં કામ કરતા સ્ટાફને રોગચાળાનો ભય સતાવે છે તો નાના મોટા કામકાજ અર્થે પણ અરજદારો આવતા હોય છે કોરોના મહામારી સામે સમગ્ર દેશ જંગ લડી રહ્યો છે જોકે મોરબીમાં તંત્રની બેદરકારીથી ગંદકી સામે કોઈ કાર્યવાહી કરાતી નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.