Abtak Media Google News

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-2.0 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો કરવાના આશય સાથે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે.

આ સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ તથા રોડની ખુબ જ સારી રીતે સફાઈ થાય તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ છે

કુલ 6 એન્ટ્રી પોઈન્ટના માર્ગો પર સાફ-સફાઈ કરવામાં આવી

તેમ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશન આનંદ પટેલ અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુએ  જણાવ્યું હતું કેબહારગામથી આવતા લોકો જયારે રાજકોટ શહેરમાં પ્રવેશે ત્યારે માત્ર રાજકોટનો જ વિસ્તાર નહીં પરંતુ મહાનગરપાલિકાની હદ બહારનો વિસ્તાર પણ ચોખ્ખો લાગે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મુખ્ય કુલ 6 એન્ટ્રીપોઈન્ટ જેમાં ગોંડલ ચોકડી – કાંગશિયાળી થી ગોંડલ ચોકડી ,  કાલાવડ રોડ ન્યારી ડેમ પાટીયા થી જડુસ બ્રીજ પરાપીપળીયા થી માધાપર ચોકડી, મોરબી રોડ બેડી ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી,  કુવાડવા રોડ -આઈઓસી ગેસના પ્લાન્ટ થી ગ્રીનલેન્ડ ચોકડી  કોઠારિયા રોડ થી કોઠારિયા ગામ કુલ 6 એન્ટ્રી પોઈન્ટની 5 કી.મી સુધી સઘન સફાઈ કરવામાં આવેલ છે . આ એન્ટ્રી પોઈન્ટથી આગળજતા પ કી.મી.નો વિસ્તાર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ( રૂડા) ની હદ વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે . આ વિસ્તારમાંપણ જે.સી.બી તથા સફાઈ કામદાર મારફતે સફાઈ કામગીરી કરાવવામાં આવેલ છે.

વોર્ડ દીઠ ટીમની રચના કરાઈ: સમયાંતરે  સમીક્ષા કરાશે: મ્યુ. કમિશ્નર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-2.0 અંતર્ગત શહેરની સ્વચ્છતા માટે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે. આ માટે જુદાજુદા વિસ્તારો અને માર્ગો માટે વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વ હેઠળ એક એક કમિટીની રચના કરવામાં આવેલ છે.  જેમાં વોર્ડ પ્રભારી, વોર્ડ એન્જી., વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર અને સેનેટરી સબ ઇન્સ્પેકટરનો સમાવેશ થાય છે. વોર્ડની કામગીરીની સમયાંતરે  સમીક્ષા કરવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ દ્વારા જણાવાયું છે.

આ આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્વચ્છતા અભિયાન હેઠળ વોર્ડ દીઠ એક એક વોર્ડ પ્રભારી નિયુક્ત કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નંબર-1માં એડી. સિટી એન્જી.   બી.ડી.જીવાણી, વોર્ડ નં.2માં ટી.પી.ઓ.   એમ.ડી.સાગઠીયા, વોર્ડ નં.3માં એડી. સિટી એન્જી.   એચ.એમ.કોટક, વોર્ડ નં.4માં વેટરનરી ઓફિસર   બી.આર.જકાસણીયા, વોર્ડ નં. 5માં ડાઈરેક્ટર (આઈ.ટી.)   એસ.એમ.ગોહિલ, વોર્ડ નં. 6માં ઝૂ સુપ્રિ.  ડો.આર.કે.હિરપરા, વોર્ડ નં. 7માં પર્યાવરણ ઈજનેર  એન.આર.પરમાર, વોર્ડ નં. 8માં ડાઈરેક્ટર (ગાર્ડન એન્ડ પાર્ક)   એલ.જે.ચૌહાણ, વોર્ડ નં. 9માં      સિટી એન્જી.   એચ.યુ.દોઢીયા, વોર્ડ નં. 10માં ચીફ એકાઉન્ટન્ટ   એ.એલ.સવજીયાણી, વોર્ડ નં. 11માં સિટી એન્જી.   વાય.કે.ગોસ્વામી, વોર્ડ નં. 12માં સિટી એન્જી.   એ.એમ.મિત્રા, વોર્ડ નં. 13માં આસી. કમિશનર  એચ.આર.પટેલ, વોર્ડ નં. 14માં એડી સિટી એન્જી.   કે. પી. દેથરીયા, વોર્ડ નં. 15માં એડી. સિટી એન્જી.  કે.એસ.ગોહેલ, વોર્ડ નં. 16માં આસી. કમિશનર   વી.એસ.પ્રજાપતિ, વોર્ડ નં. 17માં ચીફ ફાયર ઓફિસર   આઈ.વી.ખેર અને વોર્ડ નં. 18માં એડી. સિટી એન્જી.   પી.ડી.અઢિયાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.