ક્યારેક કોઈની સાથે વાત કરવાનું, કોઈની સાથે જીવન જીવવાનું શરૂ તો કરો. આનંદ આપ મેળે આપના જીવનમાં આવી જશે. ક્યારેય આનંદનું કોઈ સરનામું હોતું નથી તે તો આપ મેળે જીવન સાથે હાસ્ય,પ્રેમ વાત્સલ્ય જોડાય જશે. જો વ્યક્તિ પોતાની રીતે માત્ર જતું કરવાનું જ્યારે શરૂ કરે.
જીવનએ એક આનંદનું જ સરનામું છે , પણ માત્ર તે ગોતવાથી જ નહીં પરંતુ તેને સાચા દિલથી અનુભવથી તેને જીવી શકાય છે. જીવનએ એક શરૂઆત છે જ જીવનમાં વ્યક્તિને પોતાના અનુભવથી જીવવા યોગય બનાવી દેશે. કારણ શરૂઆત તે દરેક અનુભવ અને અનાદથી સાથે જોડાયેલી છે.
જીવનએ અનેક પાસાઓથી જોડાયેલા છે. જેમાં હાસ્ય, હેત, આનંદ, દુખ તમામ પાસા અલગ-અલગ રીતે વ્યક્તિ સાથે સંબંધિત હોય છે. આપણે અનેક વાર એવી વાત કાન એ આવતી જ હોય કે પાડોશી હોય કે પછી સગાં, કે અમારાં બાળકો રમતાં-રમતાં એક બીજા સાથે જગડી પડે છે, તેના જગડાનું મૂળ કારણ બીજું કઈ નહીં હોય પરંતુ તેનું રમકડું જ હોતું હોય છે. ત્યારે અમે બંનેનાં તેના રમકડાં અને અવાજ લીધે જગડી પડયાં હતાં.
આ જ રીતે જીવનમાં ક્યારેક દરેક સમસ્યા એક રમકડાં સમાન હોય છે. જે પેહલાં તો ધીમે- ધીમે પોતાની જગ્યા બનાવી લે છે અને અજાણતા જ બે વ્યક્તિઓની વચ્ચે દીવાલ બની એક વિવાદ સમાન ઊભી રહી જાય છે. ત્યારે કા તો રમકડું ફેકવું પડે અથવા તો બે વ્યક્તિઓએ છુટ્ટા પડવું પડે છે. ત્યારે જ આનાંદનો જીવનમાં અંત થાય છે. ત્યારે જ વાત આવે એક મનુષ્ય થકી શરૂઆતની એ શરૂઆત એટલે જતું કરવાની અને હાસ્ય સાથે આગળ વધવાની કારણ તેજ તમને જીવનની દરેક લાગણીની એક અનોખી પરિભાષા આપશે અને અનેક રીતે વ્યક્તિને પોતાના વ્યક્તિત્વથી જોડશે.