ઓફિસમાં સર્જાતા ઈમોશનલ અફેર્સથી સાવધાન રહેવામાં જ શાણપણ છે. આજકાલ ઓફિસમાં કામ કરતાં યુવક-યુવતીઓ એક પ્રકારના ઈમોશનલ સંબંધોમાં બંધાઈ રહ્યા છે જે દોસ્તી કરતાં તો કંઈક વધુ હોય છે પરંતુ એને પ્રેમનું નામ આપી શકાય એવા નથી હોતા. આ પ્રકારના સંબંધોનો આધાર માત્ર ને માત્ર તેમનું ઈમોશનલ અટેચમેન્ટ જ હોય છે. આવા અટેચમેન્ટ્સ સર્જાતા હોય છે ત્યારે શું ધ્યાનમાં રાખવું, ચાલો જોઈએ…
લોકો ભાવાવેશમાં આવી ક્યારેક પોતાના ઘર-પરિવારની અને પોતાના અંગત જીવનની વાતો પણ એકબીજા સાથે શેર કરવા લાગે છે, જે ક્યારેક બ્લેકમેલિંગ સ્વરૂપે બૂમેરેંગ થઈ શકે છે. એટલે પહેલેથી જ સાવધાની રાખવી અને બધી અંગત વાતો શેર કરવાથી બચવું જોઈએ.
કોઈ પણ સંબંધ હોય દરેક સંબંધોમાં એક ચોક્કસ અને મર્યાદિત અંતર હોવું બહુ જરૂરી છે. ઘણી વખત લોકો એટેચમેન્ટમાં પોતાની મર્યાદા ભૂલી જતા હોય છે અને પછી પાછળથી પસ્તાવાનું જ રહે છે.
જ્યારે ઓફિસમાં કામ કરતા હોવ ત્યારે સૌથી જરૂરી છે કે તમે ઓફિસમાં પ્રોફેશનલ બનીને જ રહો.
ઓફિસમાં કામ કરવા અને જીવનમાં કંઈ હાંસલ કરવા માટે ઓફિસ જતા હોવ છો ત્યારે જો તમે ત્યાં જઈ સંબંધો બનાવા લાગશો તો તમે તમારા લક્ષ્ય અને જીવનના ધ્યેયને ક્યારેય હાંસલ નહીં કરી શકો.
- દરેક જગ્યાએ દિલથી અને ભાવનાથી કામ લેવાને બદલે થોડું પ્રેક્ટિકલ બનીને પણ સંબંધને સમજવા અને મૂલવવા જોઇએ જેથી ક્યારેય ઇમોશનલી બ્લેકમેઇલિંગનો ભોગ બનવાનું ન આવે.
- કોઈ પણ સંબંધ હોય, દરેક સંબંધોમાં સ્પષ્ટતા હોવી બહુ જરૂરી છે.