શું ખરેખર સાચા ઈમોજી વપરાય છે સોશિયલ મીડિયામાં … ?
સ્માર્ટ ફોન આવ્યા બાદ ઈમોજીનો ઉપયોગ કરીએ છીએ. ઈમોજીનો ઉપયોગથી માત્ર પોતાની વાતોને ભાવનાઓ સાથે વ્યકત કરવાની રીત છે પરંતુ લોકો હવે કોઈ વાત પર આસાનીથી રિએકટ પણ કરી શકે છે. આજે ૧૭ જુલાઈએ દુનિયાભરમાં વર્લ્ડ ઈમોજી ડેનાં રૂપે મનાવવામાં આવે છે. આજનાં દિવસે ઈમોજીનો વૈશ્વિક જશ્ન મનાવાય છે અને આજના દિવસે જ ઘણી કંપનીઓ પોતાના કસ્ટમાઈઝ ઈમોજીને પણ લોન્ચ કરે છે. વર્ષ ૨૦૧૪ની ૧૭ જુલાઈએ વર્લ્ડ ઈમોજી ડેનાં રૂપે મનાવાય છે.
ઈમોજી પિડીયા પર અપાયેલી જાણકારી પ્રમાણે એપ્પલ, ગુગલ, સેમસંગ અને જોય પિકસલ કેલેન્ડરની ઈમોજીનો ઉપયોગ કરે છે.
સૌથી પહેલા એપલે ૧૭ જુલાઈ ૨૦૦૨માં એક કેલેન્ડર ઈમોજીનો ઉપયોગ કર્યો હતો. દરરોજ લોકો વિવિધ ઈમોજીનો ઉપયોગ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતીયોએ સૌથી વધારે ખુશીમાં આસુઓની સાથે હસતો અને થ્રોઈગ કિસવાળા ઇમોજીનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત સ્માઈલીંગ ફેસ વીથી હાર્ટ આઈઝ, કિસ માર્ક, ઓકે હૈડ, લાઉડલી ક્રાઈગ ફેસ, બીમિંગ ફેસ વિથ સ્માઈલિંગ આઈઝ, થમ્સઅપ, ફોલ્ડેડ હેડસ અને સ્માઈ લિંગફેસ વીથ સનગ્લાસીસ સામેલ છે.
-
હસતા હસતા આંખમાં આંસુ, હસી અને ખુશીના આંસુ. આ ઈમોજી ૨૦૧૫માં લોકપ્રિય ૧૦ ઈમોજીમાંનુ એક હતું.
-
દિલની આંખો સાથે હસતો ચહેરો પ્રેમની અભિવ્યક્તિ માટે ઉપયોગ
- હસતી આંખો સાથે ગુલાબી ગાલ, ખુશીનો સાચો ર્અ જણાવે છે,
- અન્ય ખુશીની ભાવનાઓ કરતા અલગ આ ઈમોજીથી એવું દર્શાવાય છે કે તે વ્યક્તિ તમારો કેટલો પાક્કો દોસ્ત છે અને લગાતાર તમારા સંપર્કમાં છે.
-
ઊંડા વિચારોને પ્રદર્શિત કરતું ઈમોજી એક આંગળી અને અંગુઠાથી ચહેરા પર અને હોઠ નીચે રખાયેલો હાથ ઊંડા વિચારોને પ્રદર્શિત કરે છે.
-
નમસ્તે વાળુ: ખરેખર આપણે ક્યારેક કોઈનો ધન્યવાદ વ્યકત કરવા આ ઈમોજીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ખરેખર આ ઈમોજી હાઈફાઈનું પ્રતિક છે.
-
થોડો હસતો ચહેરો: આનો મતલબ છે કે તમે સ્વયં અને દુનિયાથી સંતુષ્ટ છો.
-
એક ચહેરો જે ‘ચુંબન’ ઉડાવે છે: એક આંખ બંધ અને બીજી ખુલ્લી હોવાની સો ચુંબન છોડતુ ઈમોજી સામાન્ય રીતે ‘થ્રોઈંગ કિસ’ આપે છે. આ ઈમોજી પ્રેમને પ્રદર્શિત કરે છે.
-
રોલિંગ આંખો સોનો ચહેરો: એક ચેહરો જેમાં આંખોને ગોળ ગોળ ફેરવતા અને ચહેરા પર ચમક ને દેખાડે છે. આ ઈમોજીનો ઉપયોગ વ્યક્તિ કે વિષય અંગે ધૃણા કે ઉબને પ્રદર્શિત કરે છે.
-
ખુલ્લા મોઢા સાથે હસતો ચહેરો એક સકારાત્મક મુડ છે, પોતાના દાંત બતાવે છે અને હસતા હસતા ઉત્સાહ વ્યકત કરે છે.