રાજુલા તાલુકાના વિકટર ગામના સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી રજૂઆતો કરી હતી કે રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ખાનગી કંપનીઓ અને અન્ય ઈસમો દ્વારા મેન્ગ્રુવના વૃક્ષો્નુ નિકંદન કરી નુકસાન કર્યું છે આ દરિયાઇ વનસ્પતિ દરિયાઇ જીવસૃષ્ટિ, પશુપાલકો તેમજ પશુ પક્ષી સહિત જીવો માટે ખૂબ જ ઉપયોગી છે તેમજ ક્ષારનું પ્રમાણ આગળ વધતું અટકાવે છે.
આવી રીતે આ વનસ્પતિ અનેક રીતે ઉપયોગી છે આ અરજીમાં અગાઉ સરકારી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ રજૂ કર્યો હતો પરંતુ અરજદારના વકીલ દ્વારા આ રિપોર્ટ સામે વાંધાઓ રજુ કર્યા હતા નામદાર ગુજરાત હાઈકોર્ટે દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશન ના સભ્યની નિમણૂક કરવા માટે અગાઉ આદેશ આપ્યો હતો.
જ્યારે ૧૦ મી મે ઓર્ડર કરતા ગુજરાત ઇકોલોજી કમીશનના નિષ્ણાંત સભ્યને આ અંગે મે માસ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે તેમજ વધુમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેન્ગ્રુવના છોડથી ૫૦ મીટર બફર ઝોન વિસ્તારમાં કોઈ પણ કંપની કે ખાનગી વ્યક્તિ બાંધકામ કે કોઈ પણ પ્રવૃત્તિ ના કરવી તેવો આદેશ આપ્યો છે હવે આ જાહેર હિતની અરજીની વધુ સુનાવણી ૧૪ જૂન નિ રોજ યોજાશે.