નગરપાલિકામાં ભાજપ અને કોગેસ સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ
ગીર સોમનાથ જીલ્લા ના સામાજીક અગ્રણી અને લડાયક નેતા જગમાલ વાળાએ પત્રકાર પરિષદ બોલાવી વર્તમાન નગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી દિવસોમાં સુધારો નહી થાય તો અપક્ષ તરીકે લડવાની તૈયારી બતાવી હતી.
ગીર સોમનાથ જીલ્લા મા છેલ્લા ૧૯૯૦ થી જાહેર જીવનમાં જોડાયેલા સામાજીક અગ્રણી જગમાલ વાળાએ પ્રજાકીય કામો માટે જરુર પડયે ગમે તે પરીસ્થિતિ મા ગમે તે પક્ષો સામે લાલ આખ કરવામા પીછે હટ કરી નથી. ત્યારે વેરાવળ તાલુકા ભાજપના પ્રમુખ બનીને ભાજપને એક મજબૂત પક્ષ આ વિસ્તાર મા બનાવ્યો. ૨૦૧૨ મા પણ ભાજપ અને કોગેસ ના ઉમેદવારોથી સંતોષ ન થતા લોકોના અવાજ બનીને અપક્ષ ઉમેદવાર તરીકે ૨૫૦૦૦ જેટલા મતો મેળવી ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ ૨૦૧૭ મા કોગેસ ને સમર્થન આપી ગીર સોમનાથ જીલ્લા મા ચારેય બેઠક પર કોગેસનો વિજય થયો હતો. ટૂકમા વાત કરવામાં આવેતો જે પક્ષ, વ્યકિતને સમથન આપે તેનો જવલંત વિજય થવામાં જગમાલ વાળાનુ બલીદાન છે ત્યારે ફરી એકવાર વેરાવળ નગરપાલિકા લોકોના કામોમા સમર્થન સંપૂણ નિષ્ફળ ગયેલ છે જેમા લાઇટ,પાણી,રોડ,રસ્તા, સહીત અનેક પાયાની જરૂરીયાતો આપવામા પણ વામળી સાબિત થયેલ છે તેમજ શીખરબંધ વિરોધપક્ષના કોગેસના આગેવાનો પણ ભાજપ સાથે મળીને ભ્રષ્ટાચાર ના સહભાગી બન્યા છે તેવા આક્ષેપ પણ જાહેરમા કરેલ છે ત્યારે લોકોના કામો માટે આગામી એક વષ માટે આવનારી નગરપાલિકા ની ચુટણીમા અપક્ષ તરીકે લડવાની તૈયારી બતાવી છે અને આ બાબતથી રાજકીય ભૂકંપ સર્જાયો છે.