ઉત્તરાખંડમાં એક મોટી વિમાન દુર્ધટના સહેજમાં અટકી ગઇ હતી. પંતુનગર, પિથોરગઢ ફલાઇટ એરપોર્ટ પરથી શનિવારે બપોર પછી ઉડયા બાદ ગણત્રીની મીનીટોમાં જ અકસ્માતે વિમાનનો દરવાજો ઉધડી જતા તાત્કાલીક વિમાનને ઇમરજન્સી લેન્ડીંગ કરાવવું પડયું હતું.

હવામાં જ અઘ્ધર વિમાન હતું. ત્યારે અકસ્માતે દરવાજા ખુલી જતા મુસાફરોના જીવન તાળવે ચછટી ગયા હતા. વિમાનમાં મુસાફર લોકેશ બોરાએ જણાવ્યું હતું કે ટેકઓફ થયા બાદ પાંચ જ મીનીટમાં વિમાનનો મુખ્ય દરવાજો ધડાકા સાથે ખુલી ગયાો હતો. અને વિમાનમાં જોરદાર હવા ફુંકાવવા લાગી હતી. નાના બાળકો સહીતના મુસાફરો રાડો રાડ કરી ઉઠયા હતા.

પુતનગર એરપોર્ટ ડાયરેકટર એસ.કે. સિંગે જણાવ્યું હતું કે હેરિટેજ એવીએશનના આ વિમાનનું ઇમરજન્સી લેન્ડીંગ શનિવારે બપોરે કરવામાં આવ્યું હતું. જો કે આ અધિકારીઓ વિમાનનો દરવાજો ખુલ્લી ગયો હોવાની વાતનું ખંડન કર્યુ હતું.

મસ્કતથી ભારત આવતા વિમાનમાં ચાર યાત્રાળુઓની નશકોરી ફૂૂટી: લોહીલુહાણ

મસકદથી કાલિકટ આવી રહેલી એર ઇન્ડીયા એકસપ્રેસની ફલાઇટમાં રવવારે ચાર મુસાફરોની નાકમાંથી લોહી નીકળવા મંયું હતું અને કેટલાકના કાનમાં ભયંકર દુ:ખાવો થતો હોવાની ફરીયાદ થતાં કે ચેમ્બર્સએ તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી.

રવિવારે ૧૮૦ મુસાફરો સાથે મસકદથી કાલિકટ આવી રહેલ બોઇંગ ૩૯ (૭૩૭) વિમાનના પેસેન્જોરે એકાએક પાયલટને વિમાન પરત મસકદ લેન્ડીંગ કરવાની માંગણી ઉઠાવી હતી. ચાલુ વિમાને સવારે સાડા ત્રણના સુમારે વિમાન જયારે ૧૨૦૦૦ ફુટની ઉંચાઇ પર ઉડતું હતું ત્યારે વિમાનોની અંદરની વાતાવરણના દબાણ જાળવવાની વ્યવસ્થામાં એકાએક ફોલ્ટ સર્જાતા મુસાફરોને ગભરામણ થવા લાગી હતી અને ચાર મુસાફરોની નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતુઅને ઘણા લોકોએ કાનમાં અસહય દુખાવાની ફરીયાદ કરી હતી.

વિમાન ઉડાડી રહેલા પાયલટને પરિસ્થિતિનું  તાગ તુરત જ આવી જતાં વિમાનને તાત્કાલીક વધુ ઉપર લઇ જવાને બદલે મસકદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ માટે વિમાન ન પાછું વાળી લીધું હતુ. વિમાનમાં ૧૮૨ મુસાફરોને વધુ નુકશાન ન થાય તે માટે પાયલટે સમય સુચકતા વાપરી વિમાનને ઊંચે ઉતારી લીધું હતું.

કંપનીના સી.ઇ.ઓ. કે.એમ. શ્યામ સુંદરે જણાવ્યું હતુઁ કે વિમાનમાં પ્રેશર સિસ્ટમમાં ખામી સર્જાતા મુસાફરોની નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. વિમાનને તાત્કાલીક લેન્ડ કરાવી મુસાફરોની સારવાર બાદ ભય મુકત જાહેર કરવામાં આવ્યા હતા. રિપેરીંગ કામ કર્યા બાદ સવા બે વાગે વિમાનને કાલિકટ જવા રવાના કરાયું હતું.

ગયા સપ્ટેમબર મહિનામાં જેટ એરવેઇઝની મુંબઇથી જયપુર જતી ફલાઇટમાં પાયલોટ  પ્રેશર મેન્ટેનની સ્વચી ચાલુ કરતાં ભૂલી ગયો હતો ત્યારે મુસાફરોની નાકમાંથી લોહી નીકળવાની ઘટના વચ્ચે ૧૬૦ મુસાફરો સાથે પ્લેનને મુંબઇ ઉતારવામાં આવ્યું હતું અને કેટલાય દર્દીઓને દવાખાને ખસેડવા પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.