સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. ભારતીય વાયુ સેનાના તેજસ ફાઈટર જેટ એરક્રાફ્ટ એકાએક સુરત એરપોર્ટના રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરતા સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

2 29પ્રાથમિક માહિતી અનુસાર તેજસ ફાઈટર જેટમાં લો ફ્યુઅલને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

3 29

મળતી માહિતી અનુસાર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે 10.30 આસપાસના સમયે ઇન્ડિયન એરફોર્સના વિમાન તેજસ ફાયટર જેટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત એરપોર્ટ ઉપર તેજસ વિમાનને લઈને કામગીરી કરવામાં આવી રહી હતી.

5 29તેજસ એરક્રાફ્ટના પાયલોટને લો ફ્યુઅલનો મેસજ મળ્યો હતો, જેના લીધે પાયલોટે સાવચેતીના ભાગરૂપે નજીકના એરપોર્ટ સુરત એરપોર્ટ પર તેજસ જેટનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગ ખૂબ જ સરળતાથી થયું હતું. હવે સમસ્યાના નિવારણ બાદ તેજસ એરક્રાફ્ટ રવાના થશે એવી વિગતો જાણવા મળી છે.

4 30

 ભાવેશ ઉપાધ્યાય

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.