- એક શૌચાલયમાંથી બોમ્બની ધમકી આપતી ચિઠ્ઠી મળી: વિમાનમાં 225 મુસાફરો હતા સવાર
જયપુરથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6ઈ 5324 ને ગઈકાલે રાત્રે 8:50 વાગ્યે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બની ધમકીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. વિમાનના એક શૌચાલયમાંથી બોમ્બની ધમકી આપતી એક ચિઠ્ઠી મળી આવી હતી. ત્યારે વિમાનમાં 225 મુસાફરો સવાર હતા.
ત્યારે સમગ્ર મામલે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “જયપુર (જેએઆઈ) થી મુંબઈ (બીઓએમ) જઈ રહેલા એક વિમાનમાં ધમકીભરી નોંધ મળી આવી હતી. સાવચેતી રૂપે, મુંબઈ એરપોર્ટ પર 20:43 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. અને ફ્લાઇટ 20:50 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી ગઈ. જે બાદ એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી નથી.”
સીએસએમઆઇએ એ એરલાઇન અને સુરક્ષા એજન્સીઓ સાથે સક્રિય સંપર્કની પુષ્ટિ કરી, ભાર મૂક્યો કે મુસાફરો અને સ્ટાફની સલામતી તેમની પ્રાથમિક ચિંતા છે.