• ગુમ જવાનોની શોધ અને બચાવ માટે 4 જહાજો અને 2 વિમાન તૈનાત

પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થયું છે. કોસ્ટગાર્ડના ત્રણ જવાનો લાપતા થયા છે.ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે એમટી હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, હેલિકોપ્ટરને દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, જે દરમિયાન તે ક્રેશ થયું હતું. એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે ત્રણ ક્રૂ મેમ્બર લાપતા છે. કોસ્ટ ગાર્ડે ગુમ થયેલા જવાનોની શોધ અને બચાવ માટે 4 જહાજો અને 2 વિમાન તૈનાત કર્યા છે.

ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતુ ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલીકોપ્ટર ધ્રુવનું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટ ગાર્ડના બે પાયલટ ગુમ છે. તેની સાથે એક ડાઇવર પણ મુસાફરી કરી રહ્યો હતો. તેની પણ કોઈ જાણકારી મળી રહી નથી. મળતી માહિતી મુજબ, એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે.

સમગ્ર મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે હેલિકોપ્ટરે સોમવારે રાત્રે પોરબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જેમાં બે પાઈલટ અને બે ડાઈવર સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ડાઇવરનો બચાવ થયો હતો. પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે.

ગુજરાતમાં પૂર સંબંધિત ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડે 4 જહાજ અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. જેની મદદથી અત્યાર સુધીમાં ભારતીય કોસ્ટ ગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે 67 લોકોના જીવ બચાવ્યા છે. કોસ્ટ ગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 11 વાગ્યે હેલિકોપ્ટર ધ્રુવનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર એક જહાજ પાસે પહોંચવા જઈ રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે હાલમાં સર્ચ ઓપરેશનમાં 4 જહાજોને ઉતાર્યા છે. ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક તપાસ બાદ જ આ અંગે કોસ્ટ ગાર્ડ દ્વારા નિવેદન જારી કરી શકાશે.

કોસ્ટગાર્ડે ટ્વિટ કરી ઘટનાની પુષ્ટિ કરી

ઇન્ડિયન કોસ્ટગાર્ડએ સમગ્ર મામલે ટ્વીટ કરીને ઘટનાની પુષ્ટિ કરી છે. કોસ્ટગાર્ડએ ટ્વીટ કર્યું છે કે, કોસ્ટગાર્ડ દ્વારા ગઈકાલે રાત્રે 11 વાગ્યે પોરબંદરના મોટર ટેન્કર હરી લીલાના ઈજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને રેસ્ક્યુ કરવા માટે એએલએચ હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ હેલિકોપ્ટરનું ઇમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવાની ફરજ પડતા દરિયામાં પડ્યું હતું. હેલિકોપ્ટરમાં હાજર ચાર ક્રૂ મેમ્બર પૈકી એકને બચાવી લેવામાં આવ્યો છે જયારે અન્ય ત્રણની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. બચાવ કામગીરી માટે 4 જહાજ અને 3 એરક્રાફ્ટને તૈનાત કરવામાં આવ્યા છે.

ઇમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવા પાછળનું કારણ અકબંધ

કોસ્ટગાર્ડ દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છર કે, હેલિકોપ્ટરનું ઇમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું હતું અને પરિણામે આ હેલિકોપ્ટર દરિયામાં પડ્યું હતું પણ ઇમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવા પાછળનું કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આ ઘટના અંગે સ્થાનિકો એવુ જણાવી રહ્યા છે કે, આ હેલિકોપ્ટર જયારે પોરબંદર પાસે ઉડી રહ્યું હતું ત્યારે તેમાં સાયરન વાગી રહ્યાનો અવાજ સંભળાયો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.