વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈ પહોંચ્યા છે. મોદી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ની એન્યુઅલ મીટિંગમાં સામેલ થયા. આ મીટિંગમાં મોદીએ કહ્યું કે, ભારત અને AIIB આર્થિક વૃદ્ધિદરને વધુ વ્યાપક અને સસ્ટેઇનેબલ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારબાદ મોદીએ મુંબઈમાં બીજેપી કાર્યકર્તાઓને 1975ની ઇમરજન્સી પર સંબોધન કર્યું. મોદીએ કહ્યું, ઇમરજન્સી એ કોંગ્રેસનું પાપ છે. સત્તાસુખના મોહમાં પાર્ટીએ આખા દેશને એક મોટું જેલખાનું બનાવી દીધો. મોદીએ કહ્યું, જે પાર્ટીમાં આંતરિક લોકશાહી જ નથી, તેની પાસેથી લોકશાહીના આદર્શોને અનુસરવાની અપેક્ષા ન રાખી શકાય.
We are not observing black day(Emergency) just to criticize the Congress, we want to make the youth of today aware of what happened: PM Narendra Modi pic.twitter.com/WgExEeJf79
— ANI (@ANI) June 26, 2018
બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા મોદીએ કહ્યું, “ઇમરજન્સી એ લોકતંત્ર પર એક ડાઘ છે. ઇમરજન્સી એ કોંગ્રેસે કરેલું પાપ છે. તેને કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે.આપણે બ્લેક ડે (ઇમરજન્સી)ને ફક્ત કોંગ્રેસની ટીકા કરવા માટે જ યાદ નથી કરવાનો, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે દેશના યુવાનો એ અંગે જાગૃત બને કે શું ઘટના બની હતી.દેશે ક્યારેય નહોતું વિચાર્યું કે સત્તાસુખના મોહમાં અને એક પરિવારની સેવા કરવા માટે આખા ભારતને એક મોટી જેલ બનાવી દેવામાં આવશે. દરેક માણસ એક ભયમાં જીવતો હતો.
The country never thought that just for lust for power and servility to one family, India would be made into one big jail. Every person lived in fear. Constitution was misused: PM Modi on Emergency pic.twitter.com/gdpMZjdHzw
— ANI (@ANI) June 26, 2018
બંધારણનો દુરુપયોગ કરવામાં આવ્યો.તેમણે ક્યારેય કલ્પ્યું જ ન હતું કે તેમના પર કોર્ટમાં ભ્રષ્ટાચારનો ચાર્જ લાગી શકે છે અને તેમને જામીન માંગવા પડશે. અને એટલે જ તેઓ હવે જ્યુડિશિયરીને ડરાવીને તેમના વિરુદ્ધ મહાભિયોગ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમની માનસિકતા એ જ છે જે ઇમરજન્સી દરમિયાન હતી.કોંગ્રેસ ક્યારેક 400 પર હતી આજે ફક્ત 44 પર છે.જ્યારે કિશોર કુમારજીએ તેમના માટે ગીત ગાવાની ના પાડી દીધી તો તેમના ગીતો અને ફિલ્મોને બ્રોડકાસ્ટ કરવા પર કે રેડિયો પર સંભળાવવા પર પ્રતિબંધ લગાવી દીધો.”