જીરાની ૬૫૦૦, ધાણાની ૨૨૦૦, ચણાની ૩૨૦૦ ગુણી ઠલવાઇ: જીરાની રૂ ૨૫૦૦ થી ૩૧૫૦, ધાણાની રૂ ૧૦૦૦ થી ૧૫૦૦ ના ભાવે ખરીદી

રાજકોટ માકેટીંગ યાર્ડમાં શિયાળુ પાકની મબલખ આવક આવી રહી છે. કપાસની સીઝન પૂર્ણ થયા બાદ ખાસ કરીને હવે ખેડુતો પોતાના ખેતરમાં તૈયાર થઇ ગયેલો જીરુ, ધાણા, ચણાનો પાક માર્કેટીંગ યાર્ડમાં ઠાલવી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી આ તમામ પાકો ભરપુર પ્રમાણમાં આવી રહ્યાં હોવાનું સુત્રોમાંથી જળવાઇ રહ્યું છે.

ચાલુ વર્ષે ચોમાસુ નબળુ હોય જેથી ખેડુતો ચોમાસુ પાક પુરતા પ્રમાણમાં લઇ શકયા નહોતા. પરંતુ શિયાળુ પાકમાં આ વર્ષે ખેડુતોએ ખાસ કરીને જીરુ, ધાણા, ચણાની ઉપજ લીધી છે જે હાલ તૈયાર થઇ જતા માકેટીંગ યાર્ડમાં દરરોજ જીરુ, ધાણા, ચણાની પુષ્કળ પ્રમાણમાં આવક ચાલુ થઇ છે. આજે જીરાની ૬૫૦૦ ગુણીની તેમજ જુની ૩૫૦૦ ગુણીની આવક થવા પામી છે.

ભેજવાળા જીરાની રૂ ૨૫૦૦ થી  ૨૭૦૦, મઘ્યમ જીરાની રૂ ૨૭૦૦ થી ૨૮૦૦ તેમજ સારી ગુણવતાવાળા જીરાની રૂ ૨૮૦૦ થી ૩૧૫૦ ના ભાવે ખરીદી થઇ રહી છે.

નવા ધાણાની ૨૨૦૦ ગુણીની આવક થવા પામી છે. જેની વિવિધ ગુણવતા પ્રમાણે સરેરાશ રૂ ૧૦૦૦ થી ૧પ૦૦ ના ભાવે ખરીદી થઇ રહી છે. તેવી જ રીતે ચણાની ૩૨૦૦ગુણી ઠલવાઇ  છે જેની ખેડુતો રૂ ૭૫૦ થી લઇ રૂ ૮૫૦ સુધીના ભાવે વેચી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ વધુ આવક થાય તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.