વેપારીઓ, સંસ્થાઓ અને નાગરીકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત.
કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂધ્ધ રાજકીય નેતાઓ, આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ખોટા આક્ષેપો કરી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ખોટી રજૂઆતોકરી માનસીક તણાવ ઉભો કરવામાં આવતો હોય ત્યારે કેશોદ શહેરનાં વિવિધ વેપારી એશોસીએશન, વિવિધ સામાજીક સંસ્થાઓ અને બુધ્ધિજીવી નાગરીકો દ્વારા ગૃહમંત્રીને નાયબ કલેકટર મારફત આવેદનપત્ર આપ્યું હતુ કેશોદ શહેર વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ બોદર, કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડયા, અશ્ર્વીનભાઈ ખટારીયા, મહેશભાઈ ડાંગર, ચિરાગભાઈ સુત્રેજા, દિનેશભાઈ કાનાબાર સહિતના આગેવાનો જોડાયા હતા. કેશોદ શહેરીજનોની રજૂઆત સંબંધકર્તા કચેરીમાં કરવામાં આવી છે.