અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં આંગણવાળી વર્કર અને હેલ્પર બહેનો એ જણાવ્યું કે અમો સવારના અહીં એસ.બી.આઈ.બેંકે ખાતું ખોલાવવા માટે હેરાન પરેશાન કરે છે મોદી સરકાર મોટા મોટા બણગાં ફૂંકે છે કે મારી બહેનો મારી બહેનો પણ ક્યારે એ જાણ્યું નથી કે બહેનો ને સરકારી ઓફિસોમાં પડતી હાલાકી અને તોછડાઈ ભર્યા વર્તનો થી પરેશાન કરવામાં આવે છે.

મોદી સરકાર મારી બહેનો મારી બહેનો કહીને કોંગ્રેસ ની આખનું કણું બનાવી દીધી છે ત્યારે કોઈ કોંગ્રેસ કર્મચારીઓ દ્વારા આ બહેનો ને હેરાન કરવા મા આવે છે અને સરકારી ઓફિસો મા ધક્કા ખવડાવ્યા કરે  છે આવુજ વડિયા ની એસ.બી.આઈ.બેન્ક મા બન્યું હોઈ તેવું આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા મનોવેદના માંથી જાણવા મળ્યું છે અને સવાર થી સાંજ સુધી હેરાન પરેશાન કરવામાં આવ્યા હોય તેવુ વર્કર અને હેલ્પર બહેનો એ જણાવ્યું છે કે એક હેલ્પર અને વર્કર નું જોઇન્ટ ખાતું ખોલવામાં ૧૦ દિવસે થશે અને જો ફોર્મ રિજેક્ટ થશે તો પાછી પ્રોસેસ નવેસરથી કરવાની રહેશે અને વર્કર અને હેલ્પર બહેનો ના જણાવ્યા મુજબ પગાર બિલ ૨૪ તારીખનો દ્રાફ નખાઈ ગયો હોવા છતાં આ બેન્ક ની અંદર આજ સુધી પગાર જમા થયો નથી તો કોઈ બહેનો ને આ પગાર પર પોતાની દવા કે પછી બાળકોનું ભણતર અને ગુજરાન ચાલતું હોય અને પગાર મોડા થવાના લીધે લોકોને પડતી હાલાકી નો સામનો કરવો પડે છે.

આ એસ.બી.આઈ. બેન્ક અગાઉ પણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફરિયાદો ઉઠી છે અવાર નવાર એ.જી.એમ.ને ફરિયાદ કરવી પડે છે અને તે વાતને હજુ ૧૦ દિવસ નથી થયા તેમજ કોઈ પગલાં નથી લેવાયા ત્યાં પાછી એસ.બી. આઈ.બેન્ક હેલ્પર અને વર્કર બહેનો સાથે આવી હરકતમાં, હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ધ્યાન આપશે કે નહીં તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.