શું તમારૂ Email હેકર્સની નજરથી સુરક્ષિત છે, શું તમે તમારા ઇ-મેઈલને સુરક્ષિત રાખવા માટે પૂરતી સિક્યુરીટી રાખી છે. આ બધા સવાલોનાં જવાબ જો ‘ના’ છે તો મેઈલમાં સેવ ખાનગી જાણકારી કોઈ પણ સમયે હેકર્સ દ્વારા હેક કરી શકાય છે. સંપૂર્ણ દુનિયામાં ઘણા બધા હેકર્સ ઈ-મેઈલને સતત હેક કરવાની કોશિશ કરતા રહે છે, તેમાંથી કેટલાક સફળ પણ થાય છે.
પોતાના ઈ-મેઈલ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવેલ જાણકારી વાંચો
મોટા ઈ-મેઇલ પ્રોવાઈડર જેવા કે, યાહુ, જીમેલ અને માઈક્રોસોફ્ટ મેઈલની સુરક્ષા સાથે જોડાયેલ બધી જ જાણકારી સાઈટમાં આપે છે. જો ક્યારેય પણ તમારું ઈ-મેઈલ આઈડી હેક થઇ જાય તો મેઈલ સર્વિસ પ્રોવાઈડરનાં હેલ્પ સેક્શનમાં જઈને જાણકારી વાંચી શકો છો.
પોતાના ઈ-મેઈલ પ્રોવાઈડરને કોલ કરો
જો તમારું મેઈલ આઈડી હેક થઇ જાય છે તો તમારા ઈ-મેઈલ પ્રોવાઈડરને કોલ કરો. બધા જ ઈ-મેઈલ પ્રોવાઈડરોનાં કસ્ટમર કેર ફોન નંબર તેમની સાઈટમાં આપવામાં આવ્યા હોય છે.
પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને તેની જાણકરી આપો
મેઈલ હેક થયા બાદ પોતાના ફ્રેન્ડ્સ અને પરિવારનાં અન્ય સદસ્યોને તેની જાણકારી આપો. કારણ કે, ક્યારેય એવું ન થાય કે તમારા મેઈલ દ્વારા તમારા ફ્રેન્ડ્સને કોઈ અયોગ્ય મેઈલ જાય અથવા તો મેઈલમાં તમારા દ્વારા પૈસા અને કોઈ ખાનગી જાણકારીની માંગ કરવામાં આવે.
મેઈલનું સેટિંગ અને સિક્યુરિટી સેટ કરો
મેઈલ હેક થવાથી બચવા માટે તમે પોતાની મેઈલ સિક્યુરિટી સેટિંગમાં જઈને સ્પામ મેઈલ અને કેટલાક બીજા સેટિંગ કરી લો. તે સિવાય પોતાના બેંક ખાતા અને ફોન નંબર જેવી બીજી જાણકારીઓને સુરક્ષિત ફોલ્ડરમાં સેવ કરી લો.
પોતાનો પાસવર્ડ અને યુઝર આઈડી બદલી દો
જો તમારા ઈ-મેઈલ આઈડીનો પાસવર્ડ અને યુઝર આઈડી ઘણા બધા લોકો પાસે છે તો તેને તરત જ બદલી દો અને જ્યાં સુધી શક્ય હોય પોતાના મેઈલ આઈડી અને પાસવર્ડને સ્ટ્રોંગ એટલે કે, મજબૂત બનાવો. પોતાના નામ અથવા તો ટેલિફોન અત્ય્હ્વા તો એકાઉન્ટ નંબરને પાસવર્ડ અથવા યુઝર્સનેમ ક્યારેય ન બનાવો.