ઈલુ… ઈલુ… યે ઈલુ ઈલુ હે કયા….?? પ્રેમમાં ઈલુ ઈલુ એટલે કે બે ઘડીનો સમય, ટાઈમપાસ !! ઈલુ ઈલુમાં ક્યારે ઘોષ બોલી જાય ખબર જ ન પડે… બસ આ એન્ટીબોડીનું પણ કંઈક ઈલુ ઈલુ જેવું જ છે. ક્યારે શરીરમાંથી વિદાય લઈ લે ખબર જ ન પડે. એન્ટીબોડીનું શરીરમાંથી ખતમ થવું મતલબ કરોના સામેની રોગપ્રતિકારક શક્તિ પણ ક્ષીણ થઈ જવી. ટચુકડો એવો કોરોના વાયરસ આવતા જ એન્ટીબોડી અને ઈમ્યુનિટી જેવા ઘણા શબ્દો ખૂબ પ્રચલિત બન્યા છે. જ્યાં જુઓ ત્યાં એન્ટીબોડી…. એન્ટીબોડી… એન્ટીબોડી… ઈમ્યુનિટી…ઈમ્યુનિટી…ઈમ્યુનિટી…

ઘણા લોકોને તો એ પણ નહીં ખબર હોય કે કોરોના સામે અમોધ શસ્ત્ર સમાન ગણાતા આ એન્ટીબોડી છે શું..?? અંગ્રેજીનાં અક્ષર ’વાય’ જેવા આકારનો પ્રોટીન જેવો એન્ટિબોડીનો આકાર હોય છે, જે એક પ્રકારની શ્વેત રક્ત કોશિકાઓ (વ્હાઇટ બ્લડ સેલ્સ) હોય છે. ઈમ્યુનોગ્લોબ્યુલિનના નામથી પણ એન્ટિબોડીને ઓળખવામાં આવે છે.

રસી લીધા બાદ એન્ટીબોડી શરીરમાં કેટલો સમય રહે છે ??

ટૂંક સમયમાં જાણી શકાશે: નિષ્ણાંતો

જયારે માનવ શરીરમાં બેકટેરિયા કે વાયરસ (પેથોજન) પ્રવેશે છે, ત્યારે આપણા શરીરમાં રહેલ ઈમ્યુન સિસ્ટમ (ઈમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન) તેની સામે લડે છે અને તે આપણા શરીરમાં એન્ટિબોડી તૈયાર કરે છે. જે શરીરના ગેટકીપર તરીકે પણ ઓળખાય છે. એન્ટીબોડી વિકસાવી કોરોનાને માત આપવા માટે લોકો રસી લેવા દોડી રહ્યા છે. ત્યારે એ પણ એક મોટો પ્રશ્ન છે કે રસી લીધા બાદ એન્ટીબોડી શરીરમાં કેટલો સમય સુધી રહે છે..??

એન્ટીબોડીનું આયુષ્ય કેટલું..?? આ અંગે હજુ વૈજ્ઞાનિકો પણ સ્પષ્ટતા કરી શક્યા નથી. ત્યારે તાજેતરમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતોએ કહ્યું છે કે એન્ટીબોડી શરીરમાં વેકસીન લીધા બાદ કેટલો સમય સુધી રહે છે તે આગામી ટૂંક જ સમયમાં જાણી શકાશે. આ માટે બસ થોડા સમય રાહ જોવી પડશે.

એન્ટીબોડીનું આયુષ્ય નક્કી થવાથી ફરી

કોરોના સંક્રમણનો ખતરો પણ ઘટાડી શકાશે !!

નિષ્ણાંતોએ કહ્યું કે એન્ટિબોડીનું જીવન તેના વર્ગ અને પ્રકાર પર આધારિત રહેશે. નિષ્ણાતોના મતે,  વિવિધ પ્રકારના એન્ટિબોડીઝ હોય છે અને દરેકની ઉંમર જુદી જુદી હોય છે. ગયા વર્ષે કોરોના વાયરસથી ચેપ લાગનારા ઘણા લોકોને હાલ ફરીથી કોરોના થયો છે. આઇજીએમ અને આઇજીજીએ એન્ટિબોડીઝનું એક વ્યાપક જૂથ છે અને તેમની અંદર પણ ઘણા પેટા જૂથો હોય છે. જ્યારે વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે આઇજીએમ એન્ટિબોડીઝ પ્રથમ સક્રિય થાય છે.

એન્ટિબોડી ઉત્પન્ન થાય છે અને લાંબા સમય સુધી રહે છે પણ ઘણાં ટૂંકાગાળા માટે પણ હોય છે. પણ કેટલો સમય એ હજુ નિશ્ચિત થઈ શક્યું નથી. જો કે શરીરમાં એન્ટીબોડી કેટલો સમય સુધી રહે છે આ સમયગાળો નિશ્ચિત થઇ જશે તો એ પણ સમજવું સરળ બની જશે કે એક વખત કોરોના થઈ ગયા પછી આખરે કેટલા સમય સુધી ફરી કોરોના થઈ શકતો નથી. અને થાય છે તો આ માટે મુખ્ય જવાબદાર પરિબળ કયું છે..??

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.