રસીની રસ્સાખેંચમાં વધુ એક વળાંક આવ્યો છે. કોરોના કાળ દરમિયાન વેક્સીન અંગે અનેકવિધ અહેવાલો સને આવ્યા હતા જેના લીધે રસીની વિશ્વ્સનીયતા અંગે ભારે વિવાદ સર્જાયો હતો. થોડો સમય આ બાબતનો વિવાદ શમ્યા બાદ ફરી એકવાર રસીને લઇ ખેંચતાણ ઉભી થઇ ગઈ છે. ધનકુબેર એલન મસ્કે ટ્વિટર પર એક વિડીયો શેર કરીને રસીની વિશ્વ્સનીયતા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે વિડીયો શેર કરીને એવુ પણ કહ્યું છે કે, વેક્સીનના ડોઝે પણ હોસ્પિટલના બિછાને પહોંચાડી દીધો હતો. જેથી રસીની વિશ્વ્સનીયતા અંગે જાહેરમાં ચર્ચા થવી ખુબ જરૂરી છે.
વેક્સીનના ત્રીજા ડોઝે તો મને હોસ્પિટલના બિછાને મોકલી દીધો: મસ્કનું ટ્વિટ
અબજોપતિ એલોન મસ્કે એક્સ (અગાઉ ટ્વિટર) પર વેક્સીનના સંદર્ભે એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે એવુ શેર કર્યું છે કે, વેક્સીનનો ડોઝ તેમને હોસ્પિટલના બિછાને લઇ ગઈ. સ્પેસએક્સના સ્થાપકે અન્ય એક્સ યુઝરનો વીડિયો શેર કરીને રસીની અસરકારકતા પર સવાલ ઉઠાવ્યા છે.
ટ્વીટ્સની શ્રેણીમાં ટેસ્લાના સ્થાપક રસીની અસરકારકતા અને રોગપ્રતિકારક શક્તિ વિશેના દાવાઓ વિશે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું છે કે, મને લાગે છે કે અસરકારકતામાં ફેરફાર એ નવા તાણ અને રસીની રોગપ્રતિકારક શક્તિ બંધ થવાનું પરિણામ છે. તેમણે કહ્યું છે કે, જેણે દાવો કર્યો હોય કે વેક્સીન 100% અસરકારક છે તે મારાં મત મુજબ મૂર્ખ છે. કોઈપણ રસી 100% ફૂલ-પ્રૂફ નથી તેવું એલોન મસ્કએ ટ્વિટ કર્યું છે.
તેમણે એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યાં તેને કોવીડ-19 રસીને કારણે લગભગ હું હોસ્પિટલના બિછાને પહોંચી ગયો હતો. રસીની શોધ પૂર્વે મને કોવિડ થયો અને મુસાફરી માટે મારે રસીના ત્રણ ડોઝ લેવાની જરૂર હતી. ત્રીજા શોટએ મને લગભગ હોસ્પિટલમાં મોકલી દીધો, તેમણે ટ્વિટ કર્યું છે. જો કે, તેમણે કોવીડ રસી લીધા પછી અનુભવેલા લક્ષણોનો ઉલ્લેખ કર્યો નથી.
તેમણે ટ્વીટ કર્યું કે, એવું નથી કે હું રસીની અસરકારકતામાં માનતો નથી. જો કે, રોગ કરતાં ઇલાજ સંભવિત રૂપે વધુ ખરાબ ન હોઈ શકે અને અસરકારકતા પર જાહેર ચર્ચા બંધ ન કરવી જોઈએ.