સેટેલાઈટની મદદથી ડાયરેકટ મોબાઈલમાં કનેક્ટિવિટી મળશે, ટાવરની જરૂર નહીં રહે આગામી દિવસોમાં ભારતને પણ આ સેવાનો લાભ મળે તેવી શકયતા
આકાશી રોજીમાં આધિપત્ય જમાવવા માટે હવે ખાનગી કંપનીઓ વચ્ચે પૂરબહારમાં હરીફાઈ જામી છે. ત્યારે એલન મસ્કે પણ આ રેસમાં આગળ રહેવા માટે વધુ 6 સેટેલાઇટ લોન્ચ કરી છે. એલોન મસ્કની સ્પેસ એક્સ્પ્લોરેશન કંપની સ્પેસએક્સે સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ પ્રદાન કરવામાં નોંધપાત્ર છલાંગ લગાવી છે. કંપનીએ ડાયરેક્ટ-ટુ-મોબાઈલ ફોન કનેક્ટિવિટી માટે સજ્જ છ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. આનાથી પૃથ્વી પર ગમે ત્યાં મોબાઇલ ફોન કનેક્ટિવિટી મળશે, તેમ એલન મસ્કે જણાવ્યું હતું”ડાયરેક્ટ ટુ સેલ હાલના એલટીઇ ફોન્સ સાથે કામ કરે છે.
હાર્ડવેર, ફર્મવેર અથવા વિશિષ્ટ એપ્સ કે જે ટેક્સ્ટ, વોઇસ અને ડેટાની ઍક્સેસ પ્રદાન કરે છે તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. તે અવિરત ઍક્સેસ પ્રદાન કરે છે.”બીજી તરફ સ્ટારલિંકને તેની સેવાઓને હાલના સેલ્યુલર નેટવર્ક્સમાં એકીકૃત કરવા માટે મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ સાથે ભાગીદારીની જરૂર છે. વધુમાં, સંભવિત ભીડ અને હાલની ઉપગ્રહ સંચાર પ્રણાલીઓમાં દખલગીરી અંગે ચિંતાઓ છે. સ્ટારલિંકે યુએસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, જાપાન અને ચિલીમાં ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતાઓ સાથે ભાગીદારી કરી છે.
ભારતમાં નેટવર્ક સેવા પ્રદાતાઓ સાથે સ્ટારલિંકની વાતચીતના અહેવાલો પણ આવ્યા છે. જો કે આ અંગે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સ્ટારલિંકની સેવા ભારતમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે અત્યારે આકાશી રોજી એટલે કે અંતરિક્ષમાં ખાનગી કંપનીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ છે. એક તરફ જીઓ છે તો બીજી તરફ સ્ટારલીન્ક પણ છે. આ ઉપરાંત બીજી ખાનગી કંપનીઓ પણ હવે અંતરિક્ષમાં પગદંડો જમાવવા મથી રહી છે.