પ્રાણીઓમાં સફળ પરીક્ષણ બાદ હવે માણસોની માનસિક ગતિવિધિઓ પર નજર રખાશે
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે મસ્કની બ્રેઈન મશીન ઈન્ટરફેસ ડેવલપમેન્ટ કંપની ન્યુરાલિંક પ્રાણીઓમાં મગજની ચિપ્સ ઈમ્પ્લાન્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીનો ઉદ્દેશ્ય એ છે કે આ ચીપને માનવ મગજમાં મૂકીને તેની ક્ષમતા વધારી શકાય છે અને માનવ મનને પણ કોમ્પ્યુટર સાથે જોડી શકાય છે. ત્યારે ખરા અર્થમાં આ સ્વપ્ન સાકાર થઈ ચૂક્યું છે કારણ કે માણસને મગજમાં ઘુસી જવાની છૂટ અંતે એલન મસ્કને મળી ગઈ છે.
પરંતુ, હવે 6 મહિનામાં માનવ મગજમાં ચિપ લગાવવાના મસ્કના દાવાએ બધાને ચોંકાવી દીધા છે. તેમના પ્રોજેક્ટ ન્યુરાલિંકે વર્ષ 2021માં એક વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં એક વાનર ‘પેજર’ તેના મગજનો ઉપયોગ કરીને વીડિયો ગેમ રમતા જોવા મળ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે વાંદરાના મગજમાં એક ચિપ નાખવામાં આવી છે.
એલન મસ્કએ કહ્યું હતું કે કંપનીનો પ્રારંભિક ધ્યેય દ્રષ્ટિ અને લકવાનો ઈલાજ કરવાનો છે. ન્યુરાલિંકની મદદથી જન્મથી જ અંધ હોય તેવા લોકોની આંખોમાં પ્રકાશ લાવી શકાય છે. કરોડરજ્જુના અસ્થિભંગને કારણે સંપૂર્ણ રીતે અપંગ બની ગયેલા લોકોને પણ ન્યુરાલિંકની ટેક્નોલોજી મદદરૂપ સાબિત થશે.
મસ્કે કહ્યું કે આજે માનવીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સ્પર્ધા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે અને આપણે તેના જોખમોને ઘટાડવા માટે પગલાં ભરવા પડશે. તેમણે કહ્યું કે લેપટોપ અને ફોન સાથે વાતચીત કરવાની માનવ ક્ષમતા ખૂબ જ મર્યાદિત છે.