વિશ્ર્વની કુલ વસ્તીના આશરે ૧૭ ટકા જેટલા મોટા માર્કેટમાં વેપાર વધારવાની તક, ડ્યુલ અર્નીંગ જનરેશનની Earn and enjoy વાળી માનસિકતા અને ડિજીટલ યુગ સાથે સૌથી વધારે જોડાયેલો એવો યુવા ગ્રાહક વર્ગ..! ભારતનું ક્ધઝયુમર માર્કેટ હાલમાં વૈશ્વિક સ્તરે કારોબાર કરતી કંપનીઓ માટે ટોપ પ્રાયોરીટી માર્કેટ છે. એમાંયે ઇ-કોમર્સ કંપનીઓ તો જાણે ભારતમાં આકડે મધ ભાળી ગઇ છે..! બાકી હતું તો લોકડાઉને માનવજાતને ઘર બેઠા ખરીદી કરવાની અને હોમ ડિલીવરીની સુવિધા લેવાની આદત પાડી છે. તેથી એમેઝોન અને ફ્લીપકાર્ટ તેમનો કારોબાર દિવસ-રાત વધારી રહી છે. જો કે હાલમાં જ સરકાર આ ઇ-કોમર્સ કંપનીઓના કારોબાર ઉપર નિયંત્રણો આવ. રહ્યા હોવાના સમાચાર વહેતા થતાં આ કંપનીઓના પેટમાં ફાળ પડી છે. તેથી જ આ કંપનીઓનાં અમેરિકન ગ્રુપે ભારત સરકારને ઇ-કોમર્સના બિઝનેસમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટનાં નિયમો આકરાં ન બનાવવા કાલાવાલાં શરૂ કર્યા છે.
ઇ-કોમર્સના કારણે પરંપરાગત દુકાનો અને શો-રૂમ લઇને બેઠેલા વેપારીઓનો ધંધો ઠપ્પ થઇ રહ્યો હોવાથી આ જુથે સરકારને ફરિયાદ કરી હતી અને ઇ-કોમર્સ કંપનીઓ ભારતમાં પ્રચલિત ઇ-કોમર્સમાં ઇન્વેસ્ટમેન્ટનાં નિયમોમાં છીંડા પાડીને કોમ્પ્લેક્ષ સ્ટ્રચર ઉભા કરી રહી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારથી સરકાર આ ઇ-કોમર્સ કંપનીઓ સરકારની નજરમાં છે અને ગે તે ઘડીએ આ કંપનીઓ સરકારના સાણસામાં આવી જાય તેવા ભણકારા વાગી રહ્યા છે.
ટેકનિકલી ભારત સરકારે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓને ભારતમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સેતુ સાધવા અને બન્ને વચ્ચેનું માર્કેટ પ્લેટફોર્મ બનવા સુધીની સિમીત પરવાનગી આપી છે. પરંતુ આપણા દુકાનદારો મુદ્દો લઇ આવ્યા છે કે આ અમેરિકન કંપનીઓ અમુક ચોક્કસ કંપનીઓને જ પ્રમોટ કરીને મસમોટા ડિસ્કાઉન્ટ ઓફર કરીને ગ્રાહકોને લલચાવી રહી છે. જેના કારણે સ્થાનિક ઉત્પાદકો અને નાના લોકલ ટ્રેડરોનો ધંધો ચોપટ થઇ રહ્યો છે. યાદ રહે કે વર્ષ ૨૦૧૮ માં ભારતે સીધા વિદેશી મુડીરોકાણનાં નિયમો બદલીને આ કંપનીઓ જે વિદેશી કંપનીઓમાં સ્ટેક ધરાવતી હોય તે જ કંપનીઓનાં માલને પ્રમોટ ન કરી શકે તેવા ધારાધોરણો બનાવ્યા હતા. હવે લોકલ વ્યાપારીઓ આ કંપનીઓએ ગોઠવેલી છટકબારીઓ સરકારને બતાવી રહી છે. જો કે ઇ-કોમર્સ કંપનીઓની વિદેશી લોબી દિલ્હીના દરબારમાં હાલમાં મજબુત રજૂઆત કરી રહી છે કે નિયમોનું ક્યાંય ઉલ્લંઘન થતુંનથી.હવે વાત આવી છે કે આ મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પેરેન્ટ કંપનીઓ જે કંપનીઓમાં હિસ્સો ધરાવતી હોય તે કંપનીઓના માલ ઉપર પણ મોટા ડિસ્કઉન્ટ ઓફર નહી કરી શકે. જો આ નિયમ આવે તો એમેઝોનને ભારે ફટકો પડી શકે છે કારણકે ક્લાઉડટેલ અને એપેરિયો આ બે કંપનીઓ એવી છે જે ભારતમાં સૌથી મોટી ઓનલાઇન સેલર કંપનીઓ છે અને આ બન્ને કંપનીઓમાં એમેઝોનનો આડકતરો સ્ટેક છે.હવે જો એમેઝોનને આ કંપનીઓના માલ મોટા ડિસ્કાઉન્ટ સાથે વેચવાની પરવાનગી ન મળે તો એમેઝોન, તથા આ બન્ને કંપનીઓનો વેપાર જોખમાઇ શકે છે.સરકાર કદાચ ઇ-કોમર્સ કંપનીઓના હોલસેલ યુનિટમાંથી ખરિદાયેલા માલના વેચાણ ઉપર પણ નિયંત્રણો લાવશે. પરિણામે એમેઝોન તથા ફ્લિપકાર્ટ વાળાએ ભેગા મળીને સરકારમાં લોબિંગ ચાલુ કર્યુ છે. અને યુ.ઐસ. ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ મારફતે સરકારને મનાવવાના પયાસો થઇ રહ્યા છે.આમેય તે ૨૦૧૮ માં જ્યારે સરકારે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ માટે નિયમો બનાવ્યા ત્યારે પણ ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમામ ખટરાગ ઉભા થયા હતા, અમેરિકન સરકારે ભારતને ક્યું હતું કે આવા નિયમો સ્થાનિક કંપનીઓના વેચાણ વધારવાની તરફેણ કરે છે.એકતરફ એમેઝોન ૬.૫ અબજ ડોલરનું જંગી મુડીરોકાણ કરીને મોટી ગૈમ કરીને કંપનીને નફામાં લાવવાની વેતરણમાં છે. તો સાથે જ ફ્લિપકાર્ટ મારફતે વોલમાર્ટે ૨૦૧૮ માં ૧૬ અબજ ડોલરનું મુડીરોકાણ કર્યુ છે. હવે જો આટલા જંગી રોકાણ બાદ કંપનીની બિઝનેસ સ્ટ્રેટેજી વિફળ જાય તો આ કંપનીઓના તો શટર બંધ જ થઇ જાય.બીજીતરફ ૮.૫૦ કરોડ વેપારીઓનું બનેલું સંગઠન બહુ મોટી વોટ બેંક ધરાવે છે. આ સંગઠન કહે છે કે સરકારે અમને નિયમોમાં જરૂરી ફેરફાર કરવાની ખાતરી આપી દીધી છે તેથી નિયંત્રણો તો આવશે જ.વિદેશી લોબી પોતાનો કક્કો સાચો દેખાડવા રાજી થઇ જાય કે નહી. પરંતુ દેશમાં આ કારોબાર દિવસે ન વધે તેટલો રાતે વધે છૈ. અંદાજ એવો છે કે આગામી ત્રણ કે ચાર વર્ષમાં આ કારોબાર ૯૦ થી ૧૦૦ અબજ ડોલરનો થઇ જશે.
હાલનાં આંકડા બોલે છે કે આશરે ૧૦ ટકા જેટલા ભારતવાસીઓ એકવાર ઓનલાઇન શોપિંગ કરી ચુક્યા છે. દેશના આશરે ૧૦૦ ટકા પિનકોડ એવા છે જે જ્યાં ઓનલાઇન કોમર્સ દ્વારા ખરીદી થઇ ચુકી છે. એમાંયે ચોંકાવનારૂં તથ્ય ઐ છે કે ફેશન, હોમ ઐપ્લાયન્સીસ, કપડાં, ફર્નિચર, જેવી ખરીદીમાં ૬૦ ટકાથી વધારે ફાળો ટાયર-ટુ, કે તેનાથી નાના શહેરોનો છે. મતલબ કે દેશના અંતરિયાળ વિસ્તારો સુધી આ ટ્રેન્ડ પહોંચી ચુક્યો છે.હાલમાં ભારતના કુલ કારોબારમાંથી આશરે ૩.૫ ટકા જેટલો વ્યવસાય ઓનલાઇન છે. જે ચીનમાં ૨૫ ટકા સુધી પહોંચ્યો છે. વિકસીત દેશોમાં સામાન્ય રીતે આ હિસ્સો ૧૦ થી ૨૫ ટકા સુધીનો હોય છે.
આમતો હાલમાં એમેઝોન કે ફ્લિપકાર્ટ વાળા ચૂપ છે. પણ સરકારની હાલની હિલચાલ પ્રમાણે જો નવા નિયમો લાગૂ પડશે તો તેમને કોઠીમાં મોંઢું ઘાલીને રોવાનો વારો આવશે.., અને જો સરકાર નિયમો નહીં બનાવે તો વેપારીઓનો ઘડો-લાડવો નક્કી છે..!