પંપસેટ પર જીએસટી દર 12 ટકા કરવા અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનને રજુઆત કરી
પંપ ક્લબ દ્વારા રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના માધ્યમથી પંપસેટ ઉત્પાદન ઉદ્યોગો સાથે સંકળાયેલ સમસ્યાઓનું સમાધાન માટે કેન્દ્રીય મંત્રીને રૂબરૂ મુલાકાત લઇ મુદ્ાસર રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત માટે આપણા સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા રજૂઆત માટે ઉન્નત પ્રયાસો કરવા પોતાનો કિંમતી સમય ફાળવ્યો હતો.
પંપસેટ પર જીએસટી 12% કરવા અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન સાથે મુલાકાત કરવામાં આવી. જેમાં નાણામંત્રી સમક્ષ જીએસટી દરમાં થતા વધારાની સામે ઉદ્યોગો, રોજગાર, ખેડૂતોની પરિસ્થિતિ અંગે વાસ્તવિકતા વર્ણવી અને હાલ જીએસટી 18% કરવામાં આવ્યો છે તેને પુન: 12%ના દર લાગુ કરવા માટે રજૂઆત કરી તેમજ કેન્દ્રીય ઉર્જા મંત્રી રાજ કુમારસિંહને સમક્ષ બ્યૂરો ઓફ એનર્જી એફીસીઅન્સી દ્વારા તા.31/01/2023ના રોજ દેશના તમામ પંપસેટની માન્યતા પૂર્ણ થવાની હોવાથી આગળની ગાઇડ લાઇન્સની સ્પષ્ટતા માટે રજૂઆત કરવામાં આવી.
દેશમાં પંપસેટ માટે માન્યતા માટે MNRE+BEE+BISએમ ત્રણેય વિભાગની એક સર્વ સામાન્ય રજીસ્ટ્રેશન પ્રણાલી પ્રસ્થાપિત કરવાથી પ્રક્રિયાનું સરલીકરણ અંગે રજૂઆત કરવામાં આવી તેમજ મંત્રી પીયુષ ગોયલ સમક્ષ બી.આઇ.એસ. સંદર્ભે દેશમાં પંપસેટ માટે માન્યતા માટે MNRE+BEE+BISએમ ત્રણેય વિભાગની એક સર્વ સામાન્ય રજીસ્ટ્રેશન પ્રણાલી પ્રસ્થાપીત કરવાથી પ્રક્રિયાનું સરલીકરણ અંગે રજૂઆત કરવામાં આવી.
ઉપરોક્ત રજૂઆત માટે છેલ્લા ઘણા સમયથી પંપ ક્લબ દ્વારા પ્રયાસો હાથ થવામાં આવ્યા, જેમાં રજૂઆત પત્રો તૈયાર કરવા તેના સંદર્ભે માહિતી એકત્ર કરવા તથા માહિતીનું પૃથ્થકરણ કરી અંતિમ અલાખેન કરવું અને અલગ-અલગ વિભાગોને મોકલવા માટે અને રૂબરૂ મુલાકાત માટે પંપ ઉત્પાદક ઉદ્યોગોવતી રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના માધ્યમથી જીગ્નેશભાઇ આદ્રોજા, વિનોદભાઇ અસોદારીયા, ભરતભાઇ ખાચર દ્વારા વખતોવખત પોતાનો સમય ફાળવ્યો છે અને ખાસ કેન્દ્રીય મંત્રીઓની રૂબરૂ મુલાકાત માટે સાંસદ મોહનભાઇ કુંડારિયાનો વિશેષ સહયોગ મળ્યો જેથી તેમનો આભાર માનીએ છીએ.