૩૫ ઝુંપડાઓ, ૧૦ દુકાન અને ચાર મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું
રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં અલગ અલગ સ્ળે ડિમોલીશન હા ધરવામાં આવ્યું હતું. જેમાં ૩૫ ઝુંપડાઓ, ૧૦ દુકાનો અને ચાર મકાનો સહિત ૪૯ બાંધકામોનો સફાયો કરી દેવામાં આવ્યો હતો. અને ‚ા.૨૩.૫૮ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ બાદ આજે ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૪ અને ૧૪માં ટીપી સ્કીમ નં.૩૧ (ડ્રાફટ) અને છ (રાજકોટ)માં ડિમોલીશન હા ધરવામાં આવ્યું હતું.
વોર્ડ નં.૪માં ૩૧ (ડ્રાફટ)માં જય પ્રકાશ સોસાયટીના છેડે નદી કાંઠા પાસે મુળ ખંડ નં.૩૧ના અંતિમ ખંડના ૩૧/૨ તેમજ ૧૯/એમાં ચાર મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત મધુવન સોસાયટી બ્રિજ પાસે મોરબી રોડ પર સિટી વિસ્તારમાં જીતુભાઈ ડોબરીયા નામના આસામી દ્વારા બે દુકાનનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હતું જે આજે દૂર કરવામાં આવ્યું હતું. જયારે વોર્ડ નં.૧૪માં ટીપી સ્કીમ નં.૬, નાગરીગ બેંક પાસે ૮૦ ફૂટ રોડ પર ફાઈનલ પ્લોટ નં.૧૬૧માં વાણીજય હેતુના પ્લોટમાં અંદાજે ૩૫ ઝુંપડાઓનું દબાર દૂર કરી ૫૮૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વોર્ડ નં.૪માં પટેલ પાર્ક, ૮૦ ફૂટ રોડ પર વિનુભાઈ નામના આસામી દ્વારા સુચિતમાં ૬ દુકાનો ખડકી દેવામાં આવી હતી. જે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. જયારે સોહમનગર સોસાયટીમાં ટીપી સ્કીમ નં.૩૧ (ડ્રાફટ)માં અંતિમ ખંડ નં.૩૫/સી એસઈડબલ્યુએસ હેતુ માટેના પ્લોટમાં રમેશભાઈ પરમાર દ્વારા આશરે ૫૫ ચો.મી. જમીનમાં બે દુકાનોનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું જે આજે દુર કરાયું હતું. આજે હા ધરવામાં આવેલા ડિમોલીશનમાં બજાર કિંમત મુજબ ‚ા.૨૩.૫૮ કરોડની ૬૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.