જૈક મા 40 બિલિયન ડોલર (2.88 લાખ કરોડ રૂપિયા) નેટવર્થ ધરાવતા ચીનના સૌથી અમીર વ્યક્તિ છે
ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ વેબસાઇટ અલીબાબાન કો-ફાઉન્ડર અને સીઈઓ જૈક મા સોમવારે નિવૃત્ત થશે. તેઓએ કહ્યું કે અલીબાબાના સીઈઓ બનવાથી સારું ભણાવવું છે. એ કામ હું વધુ સારી રીતે કરી શકું છું. ટૂંક સમયમાં તેઓ શિક્ષકના રૂપમાં ફરી જોવા મળશે.
1999માં અલીબાબા શરૂ કરતાં પહેલા જૈક અંગ્રેજીના શિક્ષક હતા. તેઓએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ સાથી અરબપતિ બિલ ગેટ્સની જેમ પોતાના નામથી ફાઉન્ડેશન શરૂ કરવા માંગે છે, જે શિક્ષા પર કેન્દ્રિત હશે. તેઓએ કહ્યું કે બિલ ગેટ્સ પાસેથી ઘણું શીખવાનું છે. હું તેમની જેમ અમીર તો નહીં બની શકું પરંતુ એક બાબતે તેમનાથી સારું કરી શકું છું. તે એ છે કે તેમનાથી પહેલા નિવૃત્ત થઈ શકું છું. જૈકે કહ્યું કે તેઓ 10 વર્ષથી નિવૃત્તિની તૈયારી કરી રહ્યા હતા.
એક્સપર્ટ્સનું કહેવું છે કે જો જૈક મા કંપની છોડે છે તો પણ તેઓ પાર્ટનરશિપ સ્ટ્રક્ચર દ્વારા નિયંત્રિત થશે. જોકે, જૈક માનું કહેવું છે કે તેમને પોતાની ટીમ પર પૂરો વિશ્વાસ છે. આ સ્ટ્રક્ચર તેમણે બનાવ્યું છે, જે કેટલાક રોકાણકારોને પસંદ નથી. જોકે, તેમને લાગે છે કે આ કંપનીમાં તેમનું સૌથી મોટું યોગદાન છે, જે તેને લાંબા સમય સુધી ચલાવવામાં કારગર રહેશે. જૈક માની પાસે અલીબાબાની સાથે એન્ટ ફાઇનાન્સિયલનું પણ નિયંત્રણ છે. તે ચીનની સૌથી મોટી મોબાઇલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર છે. તેનાથી ચીનના લગભગ 87 કરોડ લોકો જોડાયેલા છે.