- ભણતરથી દૂર રહેતા બાળકો સામાજિક અવ્યવસ્થા સર્જી રહ્યા છે.!!
- 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અનિયમિત વિદ્યાર્થીઓના ડેટાનું વિશ્ર્લેષણ કરી બાળ લગ્ન અટકાવવા કવાયત
શિક્ષણથી સમાજ નું સર્વ કલ્યાણ થાય ,અને ભણતર થી દૂર રહેતા બાળકો સામાજિક અવ્યવસ્થા નું નિમિત કેવી રીતે બને છે ?તે અંગે તાજેતરમાં જ એક રાષ્ટ્રવ્યાપી સર્વેમાં શાળાથી દૂર કે અનિયમિત રહેતા સાડા અગિયારલાખથી વધુ વિદ્યાર્થીઓ બાળ લગ્નના ભોગી બનતા હોવાની ચોકાવનારી હકીકત બહાર આવી છે
રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા પંચ દ્વારા કરવામાં આવેલા બાળ લગ્ન ઉત્સલગ્ન સર્વેમાં દેશના 27 રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટાભાગે શાળામાં અનિયમત અને ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓમાં પણ ખાસ કરીને છોકરીઓ કોઈપણ કારણ વગર રજા કે મંજૂરી વગર ગેરહાજર રહેનારાઓમાં બાળ લગ્નનું જોખમ હોવાનું બહાર આવ્યું છે
ઉત્તર પ્રદેશમાં 1.5 લાખ આસામમાં એક લાખ ,મધ્યપદેશ ,લક્ષદીપ અને આંદામાન નિકોબાર વિસ્તારમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા પંચ દ્વારા કરવામાં આવેલી સર્વેની કામગીરીમાં શાળામાં અનિયમિત રહેતા વિદ્યાર્થીઓ બાળ લગ્નના ભોગી બનતા હોવાનું તારણ નીકળ્યું છે બાળ લગ્ન ના સંભવિત સમયગાળા અક્ષયતૃતિયા આસપાસ માર્ચ મહિનામાં કરવામાં આવેલા સર્વેમાં 6 લાખ શાળાઓ અને 3 લાખ ગામડાઓ માં આ સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેમાં 27 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના આંકડાઓ અંગેરાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા વિભાગના મુખ્ય પ્રિયાંક કામુગોએ જણાવ્યું હતું કે આઆંકડાઓ સાથે બાળ લગ્ન ના જોખમ નો સીધો સંબંધ રહેલો હોય છે એટલે જ અનિમિત બાળકો અંગે તપાસ કરી જરૂર પડે તો તેમના કુટુંબ સાથે કાઉન્સિલિંગ સુધી ની વ્યવસ્થા પર તેમણે ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે શાળામાં અનિમિત રહેતા બાળકોની સંખ્યા સાથે બાળ લગ્નનો સીધો સંબંધ હોય છે શાળામાં હાજર ન રહેતા અને આચાર્યની રજા વગર ગેરહાજર રહેતા બાળકો શા માટે શાળાએ નથી આવતા? તેની તપાસ થવી જોઈએ શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા અનિયમિત બાળકો ની યાદી તૈયાર કરીને વહીવટી તંત્ર ને સોંપવામાં આવી છે, તેમાંથી ઘણા બાળકો પર બાળ લગ્નનું જોખમ જોવા મળ્યું હતું આવા બાળકોને શોધી શોધીને તેમના પરિવાર સાથે કાઉન્સિલિંગ અને બાળકો તરુણ અવસ્થામાં જ બાળ લગ્નનો ભોગ ન બને તે માટે ઝુંબેશ ના નિર્દેશ આપ્યા હતા આમ સ્કૂલથી અને ભણતરથી દૂર રહેતા બાળકો સામાજિક અવ્યવસ્થા સર્જી રહ્યા હોવાનું બહાર આવ્યું છે દેશમાં સાડા અગિયાર હલાખ થી વધુ બાળકો પર બાળ લગ્નનું જોખમ હોવાનું સર્વેમાં નોંધાયું છે બાળ લગ્ન અટકાવવા માટે તંત્રએ અનિય મિત બાળકો ની વિગતો ની પૂર્ણ તપાસ કરી પારિવારિક કાઉન્સેલિંગ સુધીની ચીવટ માટે કવાયત હાથ ધરી છે.