શહેરના સટ્ટાબજાર દાણાપીઠ વિસ્તાર ખુબ જ ગીચ વિસ્તાર છે અને વેપાર ઝોનના કારણે માલ આવન-જાવન કરતા વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા પણ ખુબ જ રહે છે.
ટ્રાફિક સમસ્યા હલ થાય તેવા શુભ હેતુથી સટ્ટાબજાર લાગુ આવેલ વોંકળા પર એલિવેટેડ રોડ બનાવવા ચાલુ વર્ષના બજેટમાં બજેટ જોગવાઈ કરવામા આવેલ છે.
જેના અનુસંધાને આજે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, સિટી એન્જીનીયર કામલીયા વિગેરેએ સ્થળ મુલાકાત લીધી હતી.
આ સ્થળ મુલાકાત સમયે રાજકોટ કોમોડિટી એક્ષચેન્જ લી.ના ચેરમેન રાજુભાઈ પોબારું તથા સ્થાનિક વેપારીઓ ઉપસ્થિત રહેલ. વોંકળા પર એલિવેટેડ રોડ બની શકે એમ છે કે નહીં ભવિષ્યમાં તેની સફાઈ થઈ શકે વિગેરે બાબતો ધ્યાનમાં લઈ આવા કામના ક્ધસલ્ટન્ટ રાખી આગળની કાર્યવાહી કરવા અધિકારીઓને સુચના આપી હતી.