હાથીભાઈ તો જાડા… લાગે મોટા…
હાથીનું મૂળ સ્થાન એશિયા અને આફ્રિકા ખંડ છે: તેનુ આયુષ્ય 100 વર્ષ જેટલું ગણાય છે: તેને તાલિમ બઘ્ધ કરો તો તે તમામ કામ કરી શકવાની ક્ષમતા ધરાવે છે: તેના મોટા કાન શરીરનું તાપમાન જાળવવામાં મદદરુપ થાય છે
પૃથ્વી પરનું સૌથી કદાવર અને મોટું પ્રાણી હાથી છે: સ્થુળ શરીરનાં સૂંઢ વાળા પ્રાણીમાં 11 ગુણો જોવા મળે છે: આજે વિશ્વમાં તેની આઠ પ્રજાતિ જોવા મળે છે: ભટ્ટ જાતિનો હાથી નવ હાથ ઉંચો હોય છે: દિવસનું 300 લીટર પાણી પીનાર હાથી પાણીમાં લાંબા અંતર સુધી તરી શકે છે
બાળથી મોટેરા સૌને ગમતું પ્રાણી એટલે હાથી આપણી બાળવાર્તામાં ગીતોમાં હાથી ભાઇ વાતો ખુબ જ જોવા મળે છે. ફિલ્મો અને સરકસમાં તે વિવિધ કરતબ બતાવતા જોવા મળે છે. હાથી એક મોટું સ્થૂળ શરીરનું સુંઢ વાળુ પ્રાણી છે. પૃથ્વી પરનું સૌથી કદાવર અને મોટું પ્રાણી છે. તેનું શરીર ગોળાકાર અને જાડું હોવા છતાં તે બહુ જ ચપળ હોય છે. મોટા ભાગે તેનો વ્યવહાર શાંત હોય છે. તેની ઉંચાઇ 10 થી 1ર ફુટની હોય છે. તેની લાંબી સૂંઢ, જાડા પગ, ટુંકી પૂંછડી અને લાંબી સૂંઢને કારણે બાળકોને બહુ જ ગમે છે. હાથીના આગળ બે દંતશૂળ મોટાને કિંમત હોય છે.
હાથીનું મુળ સ્થાન એશિયા અને આફ્રિકા ખંડ છે તે બધા જાનવરમાં આકારમાં મોટું છે. સામાન્ય રીતે તેનું આયુષ્ય 100 વર્ષ જેટલું ગણાય છે. તે માણસ સાથે રહેનારૂ અને માણસોના ઘણા કામો કરનારૂ પ્રાણી છે. ભદ્ર હાથીનું આયુષ્ય સૌથી વધારે 1ર0 વર્ષનું ગણાય છે. હાથીના સ્વભાવ પ્રમાણે વિશાળ અંગવાળા પવિત્ર અને થોડુ ખાનારા, શુરવીર, વિશાળ બહુ ખાનારા, ક્રોધ યુકત જેવા પ્રકારો જોવા મળે છે. હાથીને તાલિમ આપો તો તે ખુબ જ સારી કામગીરી કરી શકે છે.
આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે. કાન તેના શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે. હાથી તેના કાન સતત ચલાવતાં હોય છે તે કાન હલાવીને એકબીજાને સંદેશો પણ આપે છે. હાથી દુનિયામાં એક માત્ર એવું પ્રાણી છે જે કુદકા મારી શકતું નથી. તેની ગંધ પારખવાની શકિત તીવ્ર હોવાથી 3 કિલોમીટર દૂરથી પાણીની ગંધ પારખી લે છે. તે આખો દિવસમાં 300 લીટર જેટલું પાણી પીએ છે. તેના કામ મોટા હોવા છતાં અવાજ સાંભળવામાં સાવ નબળા હોય છે. તેના જાડા પગના તળિયા વડે જમીનના કંપન પરથી દૂર થતાં અવાજ સાંભળી શકે છે.
સૌથી અચરજ પ્રમાણે તેવી હાથી વાત એ છે કે તેની સૂંઢમાં હાડકા હોતા નથી ખાલી દોઢ લાખ જેટલા સ્નાયુઓની બનેલ હોય છે તેની ચામડી એક ઇંચ જાડી હોય છે. તે બહુ ઉંઘ કરતો નથી ને રાત્રે ઉભા ઉભા પણ ઉંધ ખેંચી લે છે. તેની સૂંઢના છેડે આંગળી જેવા બહાર નીકળેલ ભાગ એક અવયવ હોય છે જેની મદદથી શરીરને ખંજવાળી શકે તે આંખો પણ સાફ કરી શકે છે. હાથી પાણીમાં ખુબ જ લાંબા અંતર સુધી તરી શકે છે. તેની સૂંઢના સ્નાયુ એટલા સંવેદનશીલ હોય છે કે જમીન પર પડેલ સોય પણ ઉપાડી શકે છે.
હાથીની મુખ્ય બે પ્રજાતિમાં આફ્રિકી હાથી ઉંચાઇ 3 થી 4 મીટર અને વન 8000 કિલો ગ્રામ જેવું હોય છે. જયારે એશિયન હાથી 3.5 મીટર નો અને પ500 કિલો વજનનો હોય છે. એશિયન હાથીને સહેલાયથી પાળી શકાય છે. તો આફ્રિકન હાથીને નથી પાળી શકાતા. આફ્રિકન હાથીમાં નર અને માદા બન્નેને દંત શુળ હોય છે. જયારે એશિયન હાથીને માત્ર નર હાથીને જ દંતશૂળ હોય છે. પરંતુ આમા પણ અપવાદમાં કેટલાક નરને દંતશુળ નથી હોતા ભારતમાં આવા હાથીને ‘મકના’ કહે છે. હાથી દાંતની લંબાઇનો વર્લ્ડ રેકોર્ડ 3.5 મીટરનો નોધાયો છે. તેની જાડી ચામડીનું વજન જ એક હજાર કિલો હોય છે.
હાથી તેની સૂંઢ વડે રપ0 કિલોનું લાકડુ આસાનાથી ઉપાડી શકે છે. તેથી જંગલોમાં લાકડા હેરફેર માટે તેનો ઉપયોગ વધુ થાય છે. તેની સૂંઢનું વજન 130 કિલો સાથે દોઢ મીટર લાંબી હોય છે. તે સૂંઢ વડે પાણી ભરીને મોઢાથી પાણી પીએ છે. એક ઘૂંટડામાં લગભગ 10 લીટર પાણીનો જથ્થો પીએ છે. સૂંઘવાની શકિતને કારણે પવનની મદદથી દોઢ કિલોમીટર દૂરથી માણસની ગંભ પારખી શકે છે. તે પ્રતિ કલાકે 40 કિલોમીટરની ચાલે ચાલે છે જો કે આટલી ઝડપ લાંબુ ટકતી નથી તેની રેગ્યુલર ઝડપ 16 કિલો મીટર ની જ હોય છે.
પુખ્ત હાથી રોજ 100 કિલો ચારો અને 1પ0 લીટર પાણી પીએ છે. ખોરાક માટે હાથીનું ટોળુ લગભગ રપ0 કિલોમીટરમાં સતત હર ફર કરે છે. ઋતુ આધારીત પણ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે. હાથી દાંત માટે તેની આડેધડ કતલ કાનુની પ્રતિબંધ હોવા છતાં અટકી નથી. આજે પણ દર વર્ષે ચાર હજાર જેટલા હાથીનો શિકાર થાય છે. વિશ્ર્વની બઝારો તેના હાથી દાંતની કિંમત કિલોના 1પ0 ડોલર જેવો હોય છે એક હાથી દાંત એવરેજ 45 કિલોનો હોય છે.
મદમસ્ત ધીમીચાલ, લાંબી સૂંઢ અને સુપડા જેવા કાનના માલિક હાથીને આપણ ગજરાજ કહીએ છીએ. કદાવર હાથી રસ્તા પર નિકળે ત્યારે બાળકની સાથે મોટેરાને પણ આકર્ષણ થાય છે. તેમના પગ ખુબ જ શકિતશાળી હોય છે. શરીરનાં પ્રમાણમાં આંખ સાવ નાની હોય છે. તેની પૂંછડીની ટોચ બચ્છટ વાળી હોય છે જે જંતુઓ દુર કરવામાં મદદ કરે છે. તેનું સૌથી સંવેદન શીલ અંગ પરસેવા ગ્રંથી વગરની ચામડી છે. એશિયન હાથીની ચાર પેટા જાતીઓમાં શ્રીલકાંના, સુમાત્રાના અને બોર્નીયન હાથી સાથે મોટી ટસ્કવાળા હાથી જોવા મળે છે.
આફ્રિકન હાથીઓ લગભગ આખા આફિકામાં જોવા મળે છે. નબીબીયા, સેનેગલ, કેન્યા, ઝિમ્બાબ્વે, કોંગો, સુદાન, ઝામ્બીયા, સોમાલિયા જેવા વિવિધ જગ્યાએ જંગલોમાં જોવા મળે છે. એશિયાઇ હાથી ભારતમાં ઉત્તર-પૂર્વ – દક્ષિણમાં, થાઇલેન્ડ, ચીન, શ્રીલંકાના ટાપુ પર, મ્યાનમાર લાઓસ, વિયેટનામ અને મલેશિયામાં રહે છે.
દિવસના લગભગ 16 કલાક ખોરાકમાં વ્યતિત કરે છે, 300 કિલો જેટલું ખાય છે. હાથી છાલ, ઝાડના પાંદડા, જંગલી કેળા, સફરજન, મરૂલા, કોફી સાથે તે રહેઠાણ આધારીત ખોરાક ખાય છે. તે શાકભાજીમાં કોબી, ગાજર, બીટ, નાશપતિ, તરબૂત વિગેરે પણ ખાય છે. હાથીઓ એકદમ બુઘ્ધીશાળી પ્રાણી છે. તેની મેમરી બહુ પાવરફૂલ હોય છે.
હાથીને માનંગ, સારંગ, વારણ, હસ્તી, કરી, દંતી, શુંડાલ, ગયંદ, કુંજન, ઇભ, સિંધુર, દ્વિરલ, વ્પાલ, કુંભી અને દ્વિપ જેવા નામોથી પણ ઓળખાય છે. હાથીના આઠ પ્રકારોમાં એરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વ ભૌમ, સુપ્રતિક નો સમાવેશ થાય છે. હાથીને શણગાર માટે અલગ અલગ સાજ સાથે અંબાડી ઉપર મુકવમાં આવે છે. રાજા રજવાડા યુઘ્ધોમાં તેનો ઉપયોગ કરતાં આજે પણ લગ્ત પ્રસંગે લોકો હાથી ની અંબાડી ઉપર બેસીને પણ આવે છે.
હાથીના મોટા કાન હોવા છતાં અવાજસાંભળવામાં નબળા!
ઓછી ઊંઘ લેનાર અને ઉભા ઉભા જ ઊંઘ ખેંચી લેનાર હાથીના કાન મોટા હોય છે. પણ તે સાંભળવામાં સાવ નબળા હોય છે. હાડકા વગરની સૂંઢમાં દોઢ લાખ સ્નાયુઓ હોય છે. તેની ચામડી એક ઇંચ જાડી હોય છે. તેની સૂંઢના સ્નાયુઓ ખુબ જ સંવેદન શીલ હોવાથી તે જમીન પર પડેલી સોય પણ ઉપાડી શકે છે. તે પાણીની ગંધ ત્રણ કિલોમીટર દૂરથી પારખી શકે છે. અને તેના પગના તળિયા વડે જમીનની ધ્રુજારી પરથી દુરના અવાજો અને ગતિવિધી જાણી શકે છે. આફ્રિકન હાથીના કાન આપણાં હાથી કરતાં ત્રણ ગણાં મોટા હોય છે.