સેલ્ફીનો ક્રેઝ એટલો વધી રહ્યો છે કે લોકો સેલ્ફી માટે ‘ખતરો કે ખિલાડી’ બનવામાં જરા પણ વિચારતા નથી અને પોતાનો જીવ જોખમમાં મુકી દેતા હોય છે. આ હિસ્સો છે જલ્પાઇગુડી જિલ્લાનાં લતાગુરી જંગલનો એક હાથીએ નેશનલ હાઇવે ૩૧ પર રસ્તો પસાર કરતા ટ્રાફિક જામ કર્યુ હતું જેમાં ૪૦ વર્ષના બેંક સેક્યુરીટી ગાર્ડનું મોત થયું હતું.
સદિક રહમાન પોતાની ઘરે પરત થતા હતા ત્યારે હાથીને જોઇ તેમણે સેલ્ફી પાડવાનો વિચાર આવ્યો તે કારમાંથી નિચે ઉતરી સેલ્ફી પાડવા ગયા તો હાથીએ રહમાન પર હુમલો કર્યો જેની ૧૫ મિનિટ બાદ હાથી જંગલમાં ગાયબ થઇ ગયો, ઘટનામાં રહેમાનને વધુ ઇજા થતા તેની ઘટનાસ્થળે જ મોત થઇ હતી.
લતાગુરીના આ નેશનલ હાઇવે પર અવારનવાર હાથ પસાર થતા હોય છે. વિસ્તારમાં આ એક સામાન્ય બાબત છે, જો કે ત્યાંથી કાયમી પસાર થતા લોકો આ પ્રકારની ઘટનાઓથી વાકેફ છે માટે કારમાંથી બહાર નિકળતા નથી પરંતુ રહમાનથી સેલ્ફીએ તેનો ભોગ ચોક્કસ લીધો હતો. રેકોર્ડ પ્રમાણે આ વિસ્તારમાં ગત વર્ષે ૮૪ લોકોને હાથીએ કચડી નાખ્યા હતા તો ઘણાં હાથીઓ ટ્રેન સાથે અથડામણમાં મૃત્યુ પામતા હોય છે.