અંદાજીત ર૦૦૦ લોકોએ મુલાકાત લીધી દેહરાદુન, મસુરી, હરિયાણા, રાજસ્થાનથી આવેલા સ્કુલ સંચાલકો પ્રભાવિત થયાં
રાજકોટ શહરેના યાજ્ઞીક રોડ ઇમ્પીરીયલ હોટલ ખાતે યોજાયેલ પ્રીમીયમ સ્કુલ એકિયુબીશનને સારો પ્રતિસાદ મળ્યો, પ્રથમ દિવસમાં જ અંદાજીત ૨૦૦૦ લોકોએ અલગ અલગ સ્કુલની મુલાકાત લીધી દેશભરમાંથી આવેલ સ્કુલો દેહરાદુન, મસુરી, હરીયાણા, રાજસ્થાન, મહેસાણા, સુરત, નાસીક વગેરેથી આવેલા સ્કુલ સંચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મલ્યો તેમજ વાલીઓએ પણ પોતાના બાળકોને સારો અભ્યાસ મળે તેવા હેતુથી સ્કુલ સંચાલકોને મળ્યા હતા.
જયદિપ ત્રિવેદી પ્રીમીયમ સ્કુલ સેમીનાર આયોજક એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા તેર વર્ષથી રાજકોટ ખાતે એકઝીબીશન કરીએ છે. પ્રીમીયમ સ્કુલનો એકઝીબીશન કરવાનાં મુખ્ય હેતુ છે કે ઇન્ટરનેશનલ સ્કુલ સાથે સામ સામે બેસી વાલીઓ પોતાના બાળકો માટે કેવી શિક્ષણ પઘ્ધતિ જરુરી છે એ સમજી શકે આમાં સ્કુલના પ્રીન્સીપાલ પણ હજાર રહી વાલીઓને સલાહ આપે છે.
રમણકુમાર ભટ્ટ બીરલા ઇન્ટરનેશનલ સ્કુલ ટ્રસ્ટ એ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે પ્રીમીયર સ્કુલ એકઝીબીશનમાં આવતા વાલીઓ, તેમના છોકરાઓને સારુ ભણતર મળી રહે સારી બોડીંગ મળી રહે એ માટેની ખુબ જ મહત્વતા છે. તેઓ પોતાના બાળકોની અંદરની ક્ષમતાને વધારવા માગે છે. અમારી સ્કુલ ની વાત કરીએ તો અમે વર્ગખંડમાં માત્ર ર૦ છોકરા બેસાડીએ છીએ જેથી તેમની ઉપર વધારે ઘ્યાન આપી શકાય.
ખુશ સાકરીયા વલ્લભ આચાર્ય સ્કુલ ટ્રસ્ટી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી શાળા ૧૯૭૬ માં શરૂ કરવા આવી હતી.વલ્લભ આચાર્ય ના સિઘ્ધાંત મુજબ અમે એવી શાળા બનાવી કે જયાં બાળકો ભારતીય સંસ્કારો, સ્ટેટ ઓફ આર્ટ ફેસેલીટ, અંગ્રેજી શીખે, અને સારુ ભણતર તેમજ ફિડમ ઓફ સ્પીચ પણ શીખી શકે.ડો. વશુધા નીરમાની (રોકવુડ સ્કુલ, પ્રીન્સીપાલ) એ જણાવ્યું હતું કે અમારી સ્કુલ રાજકોટ દર વર્ષે આવે છે. અમારી સ્કુલમાં બે બોર્ડ કાર્યકરત છે. સીબીએસસી કેમ્બ્રીજ બન્ને વિઘાર્થીના સંપૂર્ણ વિકાસ પર કામ કરે છે. એટલે અમારી સ્કુલ બધાથી અલગ છે. અમારે ત્યાઁ ગુજરાત, રાજસ્થાન, આસામ તથા ભારત ભરમાંથી વિઘાર્થી આવે છે.ઉપરાંત અમારે ત્યા સ્પોર્ટ રમત ગમત ઉપર ભાર દેવામાં આવે છે.ક્રિકેટ, બાસ્કેટ બોલ, સ્કેટીંગ જેવી અનેક પ્રવૃતિ કરાવીએ છીએ.
તોરલ શરતે જણાવ્યું હતું કે દેહરાદુનથી મારુ વર્ક કેરીયર કાઉન્સેલરનું છે. અમારી સ્કુલ દહેરાદુનથી એક કલાક દુર છે. સાફ વાતાવરણનું લોકેશન છે. આઠ વર્ષથી ચલાવીએ છીએ. છોકરીઓને અમ ર૦૨૫ માટે તૈયારી કરાવીએ છીએ. આ વર્ષે અમારુ રીઝલ્ટ ૯૮.૮ ટકા આવેલ છે. અમારે ત્યાં ૩ર૦ વિઘાર્થીનીઓ છે. અમારે ત્થા ૧પ કલાસ રુમ છે અમે દરેક એકટીવીટી કરાવીએ છીએ.