દિવાળી પર્વે ખરીદીની મોસમ હોય છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે ખરીદી કરવી અત્યંત શુકનવાન ગણવામાં આવે છે. તેમાં પણ ખાસ દિવાળી પર્વે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની ખરીદી કરવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે જેના લીધે નવરાત્રીથી દિવાળી સુધીનો સમયગાળાને ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ માટે ખરીદીની સીઝન તરીકે ઓળખવામાં આવે છે. કોરોના પછીના સમયગાળામાં આ ક્ષેત્રને ફટકો પડ્યા બાદ હવે ફરીવાર આ ક્ષેત્રની ખરીદીની સીઝન ખુલતા વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અવનવી પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ, આકર્ષક ઓફર્સ, સર્વિસ સહિતના પાસાઓએ વેચાણમાં વધારો કર્યો
દિવાળી પર્વ નિમિત્તે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અઢળક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. વિશાળ રેન્જ સાથે એપ્લાયન્સ કંપનીની સાથોસાથ ડીલર્સ અને રિટેઈલર દ્વારા પણ આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે જેના લીધે ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રી પર્વથી જ આ ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી રહી છે અને દિવાળી સુધીમાં આ ક્ષેત્રમાં 15% સુધીની વૃદ્ધિ નોંધાય તેવો આશાવાદ છે.
ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની જો વાત કરવામાં આવે તો ફ્રિજમાં ફોર ડોરથી માંડી ગ્લાસ ડોર જેવી પ્રોડક્ટ્સ ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. ટીવીમાં બ્લુટુથ, વોઇસ રિમોટ, ગુગલ જેવા ફીચર્સની ડિમાન્ડ વધી છે. જયારે વોશિંગ મશીનમાં ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક પ્રોડક્ટ્સ માટે લાવલાવ થવા પામી છે. ઉલ્લેખનીય બાબત છે કે, તહેવારોની મોસમ વચ્ચે કોઈ જ પ્રોડક્ટમાં ભાવ વધારો નહીં હોવાથી લોકો ખરીદી કરવાનું ખુબ પસંદ કરી રહ્યા છે પરિણામે દિવાળી પર્વે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ દિવાળી ઉજવે તેવા ઉજળા સંજોગ છે.
ઓનલાઇન આપવામાં આવતી લોભામણી ઓફર્સની ખરાઈ કરીને જ ખરીદી કરવી હિતાવહ: શમશેરસિંઘ
સાહિબ ઇલેક્ટ્રોનિક્સના શમશેરસિંઘે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ દિવાળી પર્વે આ વર્ષે પણ વેચાણ વધી રહ્યું છે. તહેવારોની મોસમમાં આકર્ષક ઓફર્સ હોવાથી ગ્રાહકો પણ વધુ ખરીદી કરતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણીવાર લોકો અમુક ઓનલાઇન ઓફર્સમાં છેતરાઈ જતાં હોય છે. ત્યારે જે પણ ઓફર્સ ઓનલાઇન માધ્યમો પર આપવામાં આવે ત્યારે પ્રથમ ખરાઈ કર્યા બાદ જ ખરીદી કરવી હિતાવહ છે.
લોકોએ મોડલ, ફીચર્સની સરખામણી કર્યા બાદ જ ઓનલાઇન ખરીદવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, પ્રોડક્ટસમાં અપગ્રેડેશન આવ્યા છે. ટીવીમાં અનેક નવા મોડેલ્સ જેવા કે, સાઉન્ડ બાર, વાઇફાઇ, બ્લુટુથ, વોઇસ રિમોટ, ગુગલ સહીતની ફીચર્સના ટીવી ઉપલબ્ધ છે. ફ્રિજ, વોશિંગ મશીનમાં પણ અનેક નવા મોડેલ્સ પણ આવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, હાલ તહેવારોની મોસમમાં કોઈ જ ભાવ વધારો નથી પણ જાન્યુઆરી માસમાં ભાવ વધારો થવાની શક્યતા નથી એટલે લોકોએ રાહ જોયા વિના ખરીદી કરી લેવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. અંતમાં તેમણે કહ્યું હતું કે, સરેરાશ દિવાળી પર્વે 10%ની વૃદ્ધિ વેચાણમાં નોંધાશે.
દિવાળી પર્વે વેંચાણમાં વધારો થવાની પ્રબળ શક્યતા: દિલીપભાઈ માવલા
ધર્મેશ ઇલેક્ટ્રોનિક્સના દિલીપભાઈ માવલાએ જણાવ્યું હતું કે, અમે આ ક્ષેત્રમાં 19 વર્ષથી કાર્યરત છીએ. પ્રોડક્ટસની સાથે સર્વિસ ક્ષેત્રે પણ અમે કાર્યરત છીએ. તેમણે કહ્યું હતું કે, એસી, ફ્રિજ, ટીવી, ડીપ ફ્રિજ સહીતની લગભગ તમામ પ્રોડક્ટસમાં નવા મોડેલ્સ લોન્ચ થયાં છે. કોઈ જ જાતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી અને સામે કંપની તેમજ ડીલર્સ દ્વારા અનેકવિધ ઓફર્સ આપવામાં આવી રહી છે જેથી ખરીદી માટે આ સર્વશ્રેષ્ઠ સમય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, એસી-ફ્રિજ જેવી પ્રોડક્ટ્સમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમણે અંતમાં કહ્યું હતું કે, દિવાળી પર્વે વેચાણમાં વધારો થાય તેવી પ્રબળ શક્યતા છે.
કસ્ટમર બેનિફિટ માટે શ્રીજી ઇલેક્ટ્રોનિક્સ સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત : પ્રશાંતભાઈ રામોલીયા
શ્રીજી ઈલેક્ટેનિક્સના પ્રશાંતભાઈ રામોલીયાએ જણાવ્યું હતું કે, અમે કુલ ત્રણ આઉટલેટ્સ ધરાવીએ છીએ જે મિલપરા, નાનાં મૌવા રોડ અને 80 ફૂટ રોડ પર આવેલા છે. તેમણે કહ્યું હતું કે, નાનાં મૌવા ખાતેનો શો રૂમ વ્હરપુલ એક્સકલુઝીવ શો રૂમ છે જયારે અન્ય બે શો રૂમમાં 17 જેટલી નામાંકિત કંપનીની પ્રોડક્ટસ ધરાવે છે. અમારે ત્યાં તમામ હોમ એપ્લાયન્સ ઉપલબ્ધ છે અને સાથોસાથ સર્વિસની પણ સવલત ઉપલબ્ધ છે. અમે આ ક્ષેત્રમાં 40 વર્ષથી કાર્યરત છીએ. આ વર્ષ અમને થોડું અલગ લાગે છે કેમ કે, અલગ અલગ પ્રકારની અઢળક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થઇ છે. ડીશવોશર સહીતની પ્રોડક્ટસ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. શ્રીજી ઇલેક્ટ્રોનિકસ હંમેશથી કસ્ટમર બેનિફિટ માટે પ્રખ્યાત રહ્યું છે અને આ વર્ષે પણ કેશબેક, ડિસ્કાઉન્ટ, ગિફ્ટ, સ્ક્રેચ કાર્ડ સહીતની ઓફર્સ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે ભાવ વધારો પણ નહિવત છે અને સામે સારી પ્રોડક્ટસ પણ ઉપલબ્ધ છે જેથી વેચાણ વધી રહ્યું છે. જેથી અમને એવુ લાગે છે કે, તહેવારની મોસમમાં વેચાણ ખુબ સારૂ રહે તેવો આશાવાદ છે.
ગોદરેજની પ્રોડક્ટસને જબરો પ્રતિસાદ: વિજયભાઈ હિરાણી
ગોદરેજ એપ્લાયન્સીસના સૌરાષ્ટ્ર-કચ્છના એરિયા મેનેજર વિજયભાઈ હિરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોદરેજ એપ્લાયન્સ તરફથી ફ્રિજમાં ફોર ડોર, સાઈડ બાય સાઈડ, ગ્લાસ ડોર જેવી રેન્જ લોન્ચ કરવામાં આવી છે. ગોદરેજ દ્વારા ડાર્ક એડિશનના નામથી નવી રેન્જ લોન્ચ કરવામાં આવી છે જેને ગ્રાહકો તરફથી જબરો પ્રતિસાદ મળ્યો છે. વેપારીઓની માંગ વધતી જાય છે જે સાક્ષી છે કે, વેચાણમાં વધારો થયો છે. વેચાણ વધતા અમુક પ્રોડક્ટસમાં શોર્ટ સપ્લાય સર્જાઈ છે. તેમણે કહ્યું હતું કે, ગોદરેજ કંપની લીડિંગ કંપની તરીકે ઉભરી રહી છે. ગોદરેજ કંપનીએ ફ્રિજમાં 300%નો ગ્રોથ મેળવ્યો છે.
સીમરન ઇલેક્ટ્રોનિક્સમાં અવનવી ફિચર-ડિઝાઇન સાથે ન્યૂનતમ ટેકનોલોજી પ્રોડક્ટસ ઉપલબ્ધ
દિવાળીના તહેવારમાં લોકો ઇલેક્ટ્રોનિક આઈટમની ધૂમ ખરીદી કરતા હોય છે સિમરન ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રાહકોને તમામ પ્રોડકશનમાં અવનવી ફીચર્સ અને ડિઝાઇન સાથે ન્યૂનતમ ટેકનોલોજીથી સજ્જ ઇલેક્ટ્રોનિકના એપ્લાયન્સ મળી રહ્યા છે.દિવાળીના તહેવારમાં ઇલેક્ટ્રોનિકની આઇટમ્સની પ્રોડકટસમાં ગ્રાહકોને બેસ્ટ ઑફર બેસ્ટ સર્વિસ મળશે.
ગ્રાહકોને ઇલેક્ટ્રોનિકની પ્રોડકટમાં વેચાણ સાથે સર્વિસને પ્રધાન્ય આપીએ છીએ.ઇલેક્ટ્રોનિકની આઇટમ્સની પ્રોડકટનું સૌથી મોટુ ડિસ્પ્લે લય આવ્યું છે.ફ્રીજ,એ.સી,વોશિંગ મશીન,ડિશ વોશરમાં અવનવ સીમરન ઇલેક્ટ્રોનિકમાં ગ્રાહકોને મળશે.
150 જેટલી પ્રોડક્ટસની વિશાળ ડિસ્પ્લે સાથે અનેક આકર્ષક ઓફર આપશે કેનવાસ ઇલેક્ટ્રોનિક્સ: ચિરાગભાઈ દોશી
કેનવાસ ઇલેક્ટ્રોનિકસના ચિરાગભાઈ દોષીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રૈયા રોડ પર અમે ઇન્સ્પાયર હબ નામનો ગોદરેજ કંપનીનો એક્સ્કલુઝીવ બ્રાન્ડ આઉટલેટ ધરાવીએ છીએ. જે રાજકોટ શહેરનું ગોદરેજ કંપનીનું સૌથી મોટું ડિસ્પ્લે છે. અમારે ત્યાંથી ફ્રિજ, એસી, માઈક્રોવેવ ઓવન, ફ્રીઝર, ડીશ વોશરની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે 150 જેટલી પ્રોડક્ટનું ડિસ્પ્લે છે અને કંપનીની બધી જ રેન્જ અમારે ત્યાં ઉપલબ્ધ છે. દિવાળી પર્વે ગ્રાહકો માટેની ઓફર્સ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, પ્રથમ તો અમારે ત્યાં તમામ પ્રોડક્ટસ વ્યાજબી ભાવે મળશે.
ઉપરાંત અમારે ત્યાંથી ખરીદી કરતા ગ્રાહકને એક વર્ષની એક્સ્ટ્રા વોરંટી આપવામાં આવે છે. અમુક પ્રોડક્ટસની ખરીદી પર ઝેબ્રોનિક્સ કંપનીના ઈયર બર્ડ્સ તદ્દન ફ્રી આપવામાં આવે છે. કેશબેક સહીતની ઓફર્સ પણ અમારે ત્યાં ઉપલબ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારે અલગ અલગ 6 ફાયનાન્સ કંપની સાથે જોડાણ છે જેથી સરળતાથી લોન કરી દેવામાં આવે છે તેમજ ક્રેડિટ કાર્ડ પરથી અમારે ત્યાંથી ખરીદી કરી શકે છે. તેમણે અંતમાં કહ્યું હતું કે, આ દિવાળી ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ માટે ઉજળી તકો લઈને આવશે તેવો આશાવાદ છે.
ગોદરેજ કંપનીની વિશાળ રેન્જ કેશબેકની ઓફર્સ સાથે ઉપલબ્ધ : સોમનાથ એન્ટરપ્રાઈઝ
સોમનાથ એન્ટરપ્રાઈઝના પરેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 10 વર્ષથી ડિસ્ટ્રીબ્યુટર તરીકે કાર્યરત છું. હાલ મારી પાસે ગોદરેજ અને ઇન્ટેક્ષ આ બે કંપનીની ડિસ્ટ્રીબ્યુટરશિપ છે. આ વર્ષે ગોદરેજ કંપનીની રેન્જ ફુલ બાસ્કેટ સાથે આવી છે. ફ્રિજમાં ડબલ ડોર, સિંગલ ડોર, ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન, સેમી વોશિંગ મશીન, માઈક્રોવેવ ઓવન, ડીપ ફ્રિજ, કુલર, ડીશ વોશર સહીતની પ્રોડક્ટસ વિશાળ રેન્જ સાથે ઉપલબ્ધ છે. આ વર્ષે કંપની દ્વારા ગ્રાહક વર્ગ માટે કેશબેક, ઇઝી ફાયનાન્સ સહીતની ઓફર્સ આપવામાં આવી છે જેના લીધે વેચાણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગોદરેજ કંપનીના નવા મોડેલ્સ પણ લોન્ચ થવા જઈ રહી છ્ર અને સાથોસાથ 15% સુધીની કેશબેક પણ આપવામાં આવી રહી છે.
તેમણે કહ્યું હતું કે, આ દિવાળીએ 15% સુધી વેચાણ વધી શકે તેવો આશાવાદ છે. ઉલ્લેખનીય બાબત છે કે, દિવાળી પર્વે પ્રોડક્ટ્સમાં કોઈ જ ભાવ વધારો કરાયો નથી. સોમનાથ એન્ટરપ્રાઈઝના ભરતભાઈ ભાયાણીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, હાલ કંપની દ્વારા વિશાળ પ્રોડક્ટ રેન્જ આપવામાં આવી છે. ફોર ડોર ફ્રિજ સહીતની પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ થઇ ગઈ છે. આ વર્ષે દિવાળી પર્વે કંપની દ્વારા કેશબેકની ઓફર આપવામાં આવી છે અને સામે ભાવમાં કોઈ જ વધારો નહીં હોવાથી ગ્રાહકો લોકો ખરીદી કરી રહ્યા છે અને તેના પરિણામે એવુ કહી શકાય કે વેચાણમાં 20 થી 25% સુધીનો વધારો થઇ શકે છે.