ચૂંટણી કામગીરીમાં જિલ્લા વહિવટી તંત્રીની તડામાર તૈયારી : ૪ સ્ટ્રોંગ રૂમની ૭ જગ્યામાં ઇ.વી.એમ. વિતરણ કરાયુ
૭૨ જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઇલેકટ્રોનિક વોટીંગ મશીન ડિસ્પેચ કરવાની કામગીરી આજે વહેલી સવારથી જસદણની મોડલ સ્કુલ ખાતે આરંભાઈ હતી.
જસદણ બેઠકની પેટા ચૂંટણીનું તા. ૨૦ડિસેમ્બરે જસદણ તાલુકાના ૧૬૫ મતદાન મથકો ખાતે, વિંછીયા તાલુકાના ૯૦ મથકો અને ગોંડલ તાલુકાના ૭ મતદાન મથકો મળી કુલ ૨૬૨ મતદાન મથકોએ મતદાન યોજાશે.જે તમામ મથકો માટે કુલ ૨૬૨ ઈ.વી.એમના સેટ આજ સવારથી રવાના કરવામાં આવ્યા છે.
એક ઇ.વી.એમ. સેટમાં કુલ ૩ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં એક બેલેટ યુનિટ,એક કંટ્રોલ યુનિટ તથા એક વી.વી.પેટ મશીન હોય છે.
કુલ ૨૬૨ મતદાનમથકો માટે ૧૧૪૦ વ્યકિતઓનો સ્ટાફ પણ ઇ.વી.એમ. સાથે રવાના થયો હતો. એક મતદાન મથક ખાતે એક પ્રીસાઇડીંગ ઓફિસર, એક ફર્સ્ટ પોલીંગ ઓફિસર,એક પોલીંગ ઓફિસર, એક ફીમેલ પોલીંગ ઓફિસર તથા એક પટ્ટાવાળા સહિત કુલ પાંચ વ્યકિતઓ સમાવિષ્ટ હોય છે. મતદાન પૂર્ણ થયું હોય તેવા ઇ.વી.એમ. ને સાચવવા માટે સાત સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા મોડલ સ્કુલ જસદણ ખાતે કરવામાં આવશે.આજે સવારે સ્ટ્રોંગરૂમ ખાતેથી ઓબ્ઝર્વર સુશ્રીતસ્નીમ માજિદગનાઇ ની હાજરીમાં ઇ.વી.એમ. સોંપણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જરૂરી વહીવટી કાર્યવાહી બાદ આ તમામ ૨૬૨ ઇ.વી.એમ.ને લઇને મતદાનમાં જોડાયેલા સ્ટાફ તેમના નિયત મતદાન મથકે પહોંચવા રવાના થયોહતો.
જસદણ વિધાનસભા બેઠક માટે પુરૂષ મતદારો ૧૨૧૧૮૦, સ્ત્રી મતદારો ૧૦૯૯૩૬ મળી કુલ ૨૩૨૧૧૬ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ માટે કુલ ૨૫૬ મુખ્યમતદાન મથકો અને ૬ પેટા મતદાન મથકો કાર્યરત કરાયા છે. ઇ.વી.એમ. ડીસ્પેચ કામગીરીમાં ચૂંટણી અધિકારી એ.એચ.ચૌધરી, મામલતદાર. એમ.એમ.સોલંકી, તા.વિ.અ. એમ.આઇ.બેલીમ તથા એસ.એ.ચાવડા, જસદણ ચીફ ઓફિસર પી.એસ.ચૌહાણ નાયબ મામલતદાર વી.એલ.ધાનાણી તથા અન્ય સ્ટાફ જોડાયા હતા.