કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા અમૃતકાળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક એવી જાહેરાતો કરવામાં આવી કે જેનાથી સામાન્ય માનવીઓ ના ખિસ્સા પર બોજ ન પડે . મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહતવ્નું માનવામાં આવે છે. વિશ્વના મોટા અર્થતંત્રોની ગતિ ધીમી પડી છે અને સંભવિત મંદીમાં ધકેલાઈ રહી છે તેવા સમયે ભારતનું વર્ષ 2023-24નું પ્રજાલક્ષી બજેટ રજૂ થયું હતું. આમ વિશ્વની તમામ નજર મોદી સરકારના બજેટ પર જ જોવા મળી રહી છે.
બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનિક ગેજેટ ખૂબ સસ્તા કરી દેવામાં આવ્યા છે અને તેના પર લગાવવામાં આવતી કસ્ટમ ડ્યુટી પણ ઘટાડી દેવાય છે. મોબાઈલ ફોન હોય તે ટીવી સ્ક્રીન હોય અને તેના સલગ્ન દરેક સ્પેરપાર્ટને સસ્તા કરવામાં આવ્યા છે જેનો લાભ લોકો સરળતાથી લઈ શકે અને તેની ખરીદી પણ કરી શકે. મોબાઈલ ફોન અને ટીવી ,બાયોગેસ સાથે સંકળાયેલી વસ્તુઓ, ઈલેક્ટ્રિક વ્હીકલ પણ સસ્તા થશે એટલુંજ નહીં, સાયકલ, કેમેરા લેન્સ, એલઈડી ટીવી, રમકડાં અનેક વસ્તુઓ સસ્તી થઈ છે જેનો લાભ હવે સ્થાનિક લોકો ખૂબ જ સરળતાથી લઈ શકશે.
આ સાથે ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરીઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે અને મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ બેટરીઓ પણ સસ્તી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ટેલિવિઝન પેનલ પરની આયાત ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવી છે અને ઇલેક્ટ્રિક કિચન ચીમની પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.નાણામંત્રીની જાહેરાત મુજબ સ્વદેશી રસોડાની ચીમની સસ્તી થશે. કેટલાક મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે.