લોભીનો માલ ધુતારા ખાય…..!!!
પુત્રની સારવારનું બ્હાનુ બતાવી ૧૦ હજાર ડોલરના બદલે ૨૮૮ ડોલર આપનાર વિછીંયા પંથકના શખ્સની ધરપકડ
જયાં લોભીયા હોય ત્યાં ધુતારા ભુખ્યા ન રહે તેવી કહેવત છે. લોકોના સમજયા વગરના શોખ કયાંંક ‘શોક’ પરિવર્તન થાય છે. તેવો જ કિસ્સો બોટાદના વિદ્યુત કર્મચારીએ સસ્તામાં ડોલર લેવાની લાલચમાં રૂ. ૩.૫૦ લાખ ગુમાવ્યાની ઘટનામાં ચોટીલા પોલીસે જસદણ પંથકના થોરીયાળી ગામના શખ્સની ધરપકડ કરી તેની સાથે ઝડપાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ ખાતે રહેતા અને અમરેલી જેટકો સર્કલ ઓફીસમાં ફરજ બજાવતા જીગરકુમાર પુનમચંદ પરમારે જસદણ તાલુકાના થોરીયાળી ગામના અમૃત દેવશી રાજપરા અને એક અજાણ્યા શખ્સોએ સસ્તામાં ડોલર આપવાનું કહી રૂા. ૩.૫૦ લાખની ઠગાઇ કર્યાની ચોટીલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જેટકોના કર્મચારી જીગરકુમાર પરમારને તેના મિત્ર ધર્મેશ ઉર્ફે પોપટ રાજુ પરમારનો ફોન આવ્યો ડોલર એકચેન્જ કરવા વાળા કોઇ જાણીતા છે. ત્યારે ધર્મેશ ઉર્ફે પોપટના મિત્ર લાલસિંહ ગોપાલસિંહ કુપાવત તેના જાણીતા વિછીંયા તાલુકાના થોરીયાળી ગામના અમૃત દેવશી રાજપરા મુન્દ્રા પોર્ટમાં સ્ટીમ્બરમાં નોકરી કરે છે તેઓની પાસે અમેરિકન ડોલર છે. તે રૂ. ૪૦ ના ભાવે વેચવાના છે. તેવી વાત કરતા જીગરકુમાર પરમારે સાથે બેઠક થઇ અને ડોલર ખોટા નથી તેવું કહી અમૃતને ડોલર લઇ લીંબડી આવવાનું કહેતા જીગરકુમારે પોતાની માતાની એફ.ડી. માંથી રૂ. ૩.૪૯ લાખ રૂપિયા ઉપાડીને ગયા હતા.
ચોટીલા ખાતે બધા એકઠા થઇ અને રૂ. ૩.૫૦ લાખ રોકડા આપેલા તેના બદલાયા તેણે બંડલમાં ઉપર ડોલર અને વચ્ચે કાગળો રાખી છે. ઠગાઇ કર્યાનું ફરીયાદમાં જણાવ્યું હતું. ચોટીલા પોલીસ મથકના પી.આઇ. બી.કે. પટેલે વિછીંયાના થોરીયાળીના અમૃત દેવશી રાજપરા અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી અમૃત દેવશીની ધરપકડ કરી તેનીસાથે કોણ કોણ સંડોવાયેલો ને અંગે તેમજ અન્ય કોઇને શિકાર બનાવ્યો તે મુદ્દે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.