ખનીજ ચોરી માટે ગેરકાયદે જોડાણ પકડી પાડીને કાર્યવાહી હાથ ધરાઈ
થાનગઢ-મુળી વિસ્તારમાં ખનીજચોરી અટકાવવા પોલીસ- ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધર્યા બાદ વીજ કંપનીએ પણ દરોડા પાડી રાત્રે ગેરકાયદેસર જોડાણ ઉભા કરી વિજચોરી કરવા કરવા માટેની કામગીરીની બાતમીના આધારે ગુ.યુ.વી.એન.એલ.ની ટીમે રેડકરી 1.40કરોડની વિજચોરી ઝડપી લેતા ચકચાર મચી ગયેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ-મુળી વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરી અટકાવવા માટે ખાણખનીજ અને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગે એસ.પી.પાસે હથીયારધારી સ્ટાફ માંગી લીંબડી હાઇવે ઉપર
ખનીજચોરી ભરેલા ડમ્પરો ઝડપી લેવા ચેકનાકુ પણ ઉભું કરી દીધુ છે. બીજી તરફ એસ. પી.હરેશ દૂધાત દ્વારા મુળી થાનગઢ વિસ્તારમાં સતત પોલીસ દ્વારા ચેકીંગ શરૂ કરી દેવાયુ છે. એવામાં ખનીજમાફીયાઓ રાત્રે ખનીજચોરી કરવા માટે કીમીયો અજમાવી થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ચોરી માટે ગેરકાયદેસર વિજ જોડાણ ઉભું કર્યાની ચોકકસ બાતમી ગુ.યુ.વી. એન.એલ.વડોદરાની ટીમને મળી હતી.
બાતમીના આધારે વિજકંપનીની ટીમે સોનગઢ વ્યાપી ગયેલ છે.ગામની સીમમાં 68 કે.વી. વિજચોરી મામલે થાનગઢના રાજુભાઇ વસ્તુભાઇ ખાચર સહિત ત્રણ પાર્ટનર સામે 1.25 કરોડ રૂપીયાની વિજચોરીનું એસેસમેન્ટ કર્યુ છે.સાથે થાનગઢના વેલાભાઇ મોતીભાઇ એ 16 કે.વી.વીજ ચોરી મામલે 15 લાખનું એસેસમેન્ટ કર્યુ છે.આમ ગુ.યુ.વી.એન.એલ.ની ટીમે એકાએક દરોડા પાડી એક કરોડ ચાલીસ લાખ રૂપીયાની વિજ ચોરી ઝડપી લેતા રાત્રે ખનીજચોરીનો પ્રયાસ કરનારા ખનીજમાફીયાઓમાં ફફળાટ, ફેલાઈ જવા પામ્યો છેd