જસદણના સરકારી હોસ્પિટલ સામે દરરોજ હજારો વાહનો અને રાહદારીઓથી અવર જવરનાં રસ્તા ઉપર ભારે વિધૃત પ્રવાહ આપતો વીજ પોલ કોઈ અકસ્માતને કારણે વાંકો વળી ગયો હતો.
આ અંગે અનેક લોકોની રાવ છતા નવો પોલ નાખવામાં આવતો નહોતો અંતે તંત્રને કોઈ રાજકીય દબાણ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતુ અને રવિવારે વીજપોલ બદલવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ લખાય છે.
ત્યારે તંત્ર એ બાજુમાં પોલ ઉભો કર્યો છે. પણ વાયરીંગ જોઈન્ટ કર્યું નથી ત્યારે તંત્ર આ બાબતે કાળજી રાખી વહેલીત કે વાંકા થાંભલામાંથી લોકો પરનું જોખમ હટાવે.