ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સંલગ્ન ચારેય વીજ કંપનીઓએ જીઇઆરસીને ફાઇલ કરેલી પીટીશનમાં વીજળીનો દર યથાવત રાખ્યો:ગ્રાહકોને આગામી વર્ષે પણ રાહત
વર્ષ ૨૦૧૯-૨૦ માં પણ ગુજરાત ઉર્જા વિકાસનિગમ લિમિટેડ સંલગ્ન ચારેય વીજ કંપનીઓ વીજ દરમાં કોઇ ભાવ વધારો કરશે નહી ઉર્જા વિભાગની ચારેય કંપનીઓએ જીઇઆરસીને ફાઇલ કરેલી પીટીશનમાં વીજળીનો દર યથાવત રાખવાનીદરખાસ્ત કરી છે જેથી આગામી વર્ષમાં પણ વીજ ગ્રાહકોને રાહત મળશે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સંલગ્ન કંપનીઓ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ, મઘ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ અને પશ્ર્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દર વર્ષે ગુજરાત ઇલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશનને પીટીશન ફયાઇનલ કરે છે. જેમાતે વીજ દર કેટલા રાખવા તેની પણ દરખાસ્ત કરે છે.
આ દરખાસ્ત બાદ કોઇપણ ગ્રાહકો પણ ભાવ સામે પોતાના વાંધા અરજી રજુ કરી શકે છે. ઉર્જા નિગમ સંલગ્ન ચારેય વીજ કંપનીઓએ વર્ષ ૨૦૧૯-૨૦ ના વીજ દર વધારવાનો આ વર્ષે નિર્ણય લીધો નથી. ચારેય કંપનીઓએ પીટીશનમાં વીજ દર યથાવત રાખવાનો જ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ચારેય કંપનીઓએ વીજ દર વધાર્યો ન હતો.
ચારેય વીજ કંપનીઓએ આગામી વર્ષ માટેપીટીશન ફાઇલ કરી છે જેમાં માલુમ પડયું હતું કે કંપનીઓ વચ્ચે રૂ’ ૧.૬૭૭ કરોડનોરેવન્યુ ગેપ છે. જેમાંના રૂ ૧.૬૬૫ કરોડનો તફાવત સબસીડીના ઓછા ધારકો હોવાના કારણેછે. હાલ ઉર્જા નિગમે આ તમામ બાબતે નોંધ લઇને સામાન્ય સુધારા વધારાનો નિર્ણય પણલીધો છે.
ઉલ્લેખનીય છે કે વીજળીની જે એકમો માંથી ખરીદી કરવામાં આવે છે તે એકમો રૂ ૧.૪૭ પ્રતિ યુનિટે વીજળી આપે છે. તેઓએ આ ભાવવધારીને રૂ.૧.૬૩ પ્રતિ યુનિટ કરવાની માંગ પણ કરી છે.