પીજીવીસીએલ દ્વારા આજે માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં વહેલી સવારથી 29 ટીમો મેદાનમાં ઉતરી હતી.અનેક કનેકશનોમાં ગેરરીતિ સામે આવતા લાખોની વીજચોરી ઝડપાઇ છે.
રાજકોટ સિટી ડિવિઝન-2 હેઠળના માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા આજે ચેકીંગ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. જેમાં 29 ટીમોએ વિવિધ વિસ્તારોમાં ફરીને કનેક્શનો ચેક કર્યા હતા.
વહેલી સવારથી 29 ટીમો મેદાનમાં, અનેક કનેકશનોમાં ગેરરીતિ સામે આવતા લાખોની વીજચોરી ઝડપાઇ
સેન્ટ્રલ જેલ ફીડર હેઠળના પોપટપરા, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર ફીડર હેઠળના સંતોષીનગર, નારાયણનગર, શક્તિનગર સોસાયટી, જંકશન ફીડર હેઠળના ભીસ્તીવાડ, પરસાણાનગર, સ્લમ ક્વાર્ટર, ગાયકવાડી સબ ડિવિઝન હેઠળના ગાયકવાડી, હંસરાજનગર, કિટ્ટીપરા સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું.
ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં થોડા સમયના વિરામ બાદ ફરી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આજના આ દરોડામાં પીજીવીસીએલની ટીમોએ મોટી સંખ્યામાં વીજ કનેક્શનો તપસ્યા હતા. જેમાંથી અનેક કનેક્શનોમાં ગેરરીતિ થતી હોવાનું પણ સામે આવ્યું હતું.