વિશ્વમાં કુલ ૧૫૦ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ પૈકી ૯૦ ટકા વસ્તી ગુજરાતમાં: મહત્વની બેઠક મળી
ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ નામના પક્ષી લુપ્તપ્રાય વાના આરે હતા. હાલ આખા દેશમાં માત્ર ૧૫૦ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડની વસ્તી છે. આવા સંજોગોમાં આ પક્ષીને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધો મુકાયા છે. જેના અનુસંધાને વીજ તંત્રના ખુલ્લા વાયરી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડને બચાવવા માટે વીજ તંત્રને અંડર ગ્રાઉન્ડ કેબલ પારવાની તાકીદ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ભારતમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ પક્ષી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. ગુજરાતમાં કચ્છમાં ૧૦ જેટલી વસ્તી આ પક્ષીની છે. ભારત સીવાય પાકિસ્તાનમાં પણ આ પક્ષી જોવા મળે છે. જો કે ત્યાં માત્ર ૧૫ પક્ષીઓ જ બચ્યા છે. જેથી આ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ લુપ્તપ્રાય ગણવામાં આવતા હતા. દરમિયાન ખુલ્લા તારને અડી જવાથી વીજળીના કારણે પક્ષીઓનું મોત નિપજતું હોવાનું સામે આવ્યું હતું. જેથી ખુલ્લા વાયરની જગ્યાએ અંડર ગ્રાઉન્ડ કેબલ પારવાની તાકીદ વીજ કંપનીઓને થઈ છે. પાવર લાઈનની અડી જવાથી મોતના કિસ્સામાં પર્યાવરણ મંત્રાલય ગંભીર બન્યું છે.
ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડની વસ્તી જોવા મળતી હોય તેવા સ્થળોએ તેમની સુરક્ષા જાળવવા સરકાર કટીબદ્ધ છે. જેથી આ પક્ષીને વીજના વાયરથી બચાવવાની તૈયારી કરવામાં આવી છે. ભારતમાં માત્ર ૧૫૦ જેટલા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ બચ્યા છે. જેમાંથી ૯૦ ટકા જેટલી વસ્તી ગુજરાત અને રાજસ્થાનમાં છે તેવો દાવો વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા કરાયો છે. જેથી કચ્છના વિસ્તારોમાં આ બાબતે વીજ તંત્ર ખાસ ધ્યાન આપી રહ્યું છે. તાજેતરમાં આ મામલે પર્યાવરણ મંત્રી સીધાંત દાસની આગેવાની બેઠક મળી હતી. જેમાં હાઈ વોલ્ટેજ લાઈન સાથે સંપર્કમાં આવી જતા દર વર્ષે ૧૫ ટકા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ મોત નિપજયા હોવાની વાત ધ્યાને આવી હતી. પરિણામે છેલ્લા ૩૦ વર્ષમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડની ૭૫ ટકા વસ્તી ઘટી ગઈ હતી. હાલ હાઈ વોલ્ટેજ લાઈનથી પક્ષીઓને બચાવવા ૩૩ કેવીથી ૪૪૦ કેવી સુધીની લાઈન અન્ડર ગ્રાઉન્ડ પારવાની વિચારણા છે.