જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા આજે કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વીજચોરી પકડવા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં જોડાયેલી એકત્રીસ ટૂકડીઓએ ૧૩ લાખ ૭ર રૃપિયાની વીજચોરી પકડી પાડી હતી.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત શરૃ કરવામાં આવેલી વીજ ચેકીંગ કાર્યવાહી દરમ્યાન આજે જામનગર સર્કલ હેઠળના દ્વારકા ડિવિઝનમાં સમાવિષ્ટ ભાટિયા, કલ્યાણપુર તથા દ્વારકા સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં વીજ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

કલ્યાણપુર તથા ઓખામંડળના ગ્રામ્ય પંથકોમાં આજ સવારથી વીજ અધિકારીઓની એકત્રીસ ટૂકડીઓ વીજચોરી પકડવા માટે ધસી ગઈ હતી. તેઓની સાથે સુરક્ષામાં સ્થાનિક પોલીસના અઠ્ઠયાવીસ જવાનો અને સત્તર એક્સ આર્મીમેન જોડવામાં આવ્યા હતા તે ઉપરાંત ચાર વીડિયોગ્રાફરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. આજે બપોરે પૂર્ણ થયેલી કાર્યવાહી દરમ્યાન ૪૫૦ વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૬૨ જોડાણોમાં ગેરરીતિ સાંપડતા તેના ધારકોને રૃા.૧૩.૭૨ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.