લોકોમાં ભભૂકતો રોષ: પેધી ગયેલા અધિકારીઓની બદલી કરવા ઉઠતી માંગ

ચોટીલા પંથક માં અત્યારે છાશવારે વીજ ધાંધીયા ના કારણે લોકો માં ઉગ્ર રોષ ની લાગણી ફેલાઇ છે ચોમાસા ની શરૂઆત પણ નથી થઇ ત્યાં જ વીજળી ના ધાંધીયા શરૂ થતા ચોમાસા માં ખેડુતો ની દશા કફોડી બનશે તેવા એંધાણ છે.જ્યારે વર્ષો થી ચોટીલા માં ફરજ બજાવી ને પેધી ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ને લોકો અને ખેડુતો ની મુસીબત માં સહેજ પણ રસ નથી.

ચોટીલા શહેર તથા ગામડાઓ માં પ્રિ પ્રીમોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર જ છે.કામચોર અધિકારીઓ મોટાભાગે ઓફીસ માં હાજર જ હોતા નથી તેવી ફરીયાદ લોકો કરી રહ્યાં છે.

તેવી જ રીતે  જ્યોતિ ગ્રામ ની લાઈનો માં છાશવારે કલાકો સુધી વીજળી ગુલ થાય છે ચોટીલા ડિવિઝન ની રાજદીપ ફીડર માં અંદાજે તેર ગામો નો સમાવેશ થાય છે ત્યારે છેલ્લા આઠ દિવસ થી સતત વીજ પુરવઠો મળતો નથી આના કારણે લોકો પારાવાર પરેશાની નો સામનો કરી રહ્યાં છે.

લોકો એ આ બાબત કચેરી માં અનેકવાર રજુઆત પણ કરેલ છે.પણ નીંભર અને પેધી ગયેલા કામચોર અધિકારીઓ ને ચોટીલા ના લોકો ની સમસ્યા માં એક ટકો પણ રસ નથી તેવુ સાબિત થઇ રહ્યું છે.

રાજદીપ ફીડર નું જો  વિભાજન કરવામાં આવે તો આ ફીડર ની કાયમી સમસ્યા હલ થઇ જાય તેમ છે. જાગૃત નાગરિકો પીજીવીસીએલ કચેરી માં સંપર્ક કરવા માટે નાયબ કાર્ય પાલક ઈજનેર ને મળવા માંગે તો મોટા ભાગે તેઓ ગેરહાજર જ રહેતા હોવાની પણ બુમ ઉઠી છે.

અને તેમનો મોબાઈલ નંબર ૯૮૨૫૨૧૩૮૦૮ પણ બંધ રાખવામાં આવે છે તેમજ છેલ્લા દોઢ વર્ષ થી ચોટીલા ડિવિઝન માં કોઈ કાયમી નાયબ કાર્યપાલક ઈજનેર ની નિમણૂંક થઈ નથી.તેવીજ રીતે કચેરી નો લેન્ડ લાઇન ફોન પણ ઓપરેટર ઉપાડતા નથી હોતા અને નવાઇ ની વાત તો એ છે કે લેન્ડ લાઇન સતત એંગેજ ટોન બતાવતો હોય છે.ચોટીલા તથા તાલુકા ના ગામડાઓ માં આગોતરી વાવણી થઇ ગઇ છે ત્યારે મોટાભાગે કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતો હોય છે.અને ચોટીલા માં વરસાદી ઝાપટુ વરસે તો પણ વીજળી ગુલ થઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.