બેડીનાકા અને પ્રદ્યુમ્નનગરના અનેક વિસ્તારોને 37 ટીમોએ ધમરોળ્યા
રાજકોટના બેડીનાકા અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝન હેઠળ આજે પીજીવીસીએલની 37 ટીમોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારોમાંથી ટીમોએ અનેક જગ્યાએથી વીજ ચોરી પણ પકડી પાડી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન-2 હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બેડીનાકા અને પ્રધ્યુમન નગર સબ ડિવિઝન હેઠળ આવતા રૂખડિયાપરા, 53 ક્વાર્ટર, પોપટપરા, રઘુનંદન સોસાયટી, છત્રપતિ આવાસ, મહર્ષિ આવાસ, હેડગેવાર આવાસ, જીવંતિકા નગર, જીવંતિકા પરા, ભારતી નગર, ગોવિંદ નગર, ગાંધી નગર, લક્ષ્મી છાયા સોસાયટી, અંબિકા કોમ્પ., રંગ ઉપવન સહિતના વિસ્તારોમાં 37 ટિમો દ્વારા સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 11 કેવી આવાસ યોજના, 11 કેવી સેન્ટ્રલ જેલ, 11 કેવી ગાંધીગ્રામ, 11 કેવી ગૌતમ નગર સહિતના ફીડરો આવરી લેવામાં આવ્યા હતા.