ઈ-વ્હીકલના કોમર્શિયલ ઉપયોગને પ્રોત્સાહન આપવા સરકાર કાયદામાં ફેરફાર કરશે.

સરકાર શહેરોમાં ઈ-વ્હીકલનો સરળતાી કોમર્શિયલ ઉપયોગ ઈ શકે તે માટે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઈ-વ્હીકલ ચલાવવા માટે પરમીટ પ્રથા બંધ કરવાનો નિર્ણય સરકારનો છે. સરકાર ઈ-વ્હીકલનો ઉપયોગ ટેકસી તરીકે વધુ થાય તે માટે ઓલા સો પણ હાથ મિલાવવાનો નિર્ધાર કર્યો છે.

સરકાર શહેરોમાં ઈ-વ્હીકલનો સરળતાથી ઉપયોગ ઈ શકે તે માટે પરવાના પ્રા નાબુદ કરવા માંગે છે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ આ મામલે સકારાત્મક અભિગમ ધરાવે છે. પેટ્રોલ-ડિઝલની જગ્યાએ વિજળીથી સંચાલીત વાહનોને પ્રોત્સાહન મળે તે માટે સરકારે ઘણા સમયી આયોજન હા ધર્યું હતું. હવે ધીમે-ધીમે ઈ-વ્હીકલનો ઉપયોગ વધવા લાગ્યો છે.

અગાઉ સરકારે ઈ-વ્હીકલને સબસીડી આપવાનો નિર્ણય લીધો હતો. હવે આવા વાહનો ચલાવવા માટે પરવાના પ્રથા નાબુદ કરવાનો નિર્ણય લઈ ઈ-વ્હીકલને વધુ એક પ્રોત્સાહન આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.