ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ૭૦૦ જેટલા ચાર્જીંગ સ્ટેશનો સ્થાપયા
ભારતમાં ઈ-વ્હીકલનો વ્યાપ સમયાંતરે વધશે. ઈ-વ્હીકલનો વ્યાપ વધવાની સો જ વ્હીકલ ચાર્જીંગના ધંધામાં પણ તેજી જોવા મળશે. પાવર એન્ડ એનર્જી મેનેજમેન્ટ સાથે સંકળાયેલી સંસ્થા ડેલ્ટા ઈલેકટ્રોનિકસના મત દ્વારા આગામી ૩ વર્ષની અંદર જ વ્હીકલ ચાર્જીંગના ધંધામાં ૫૦ ટકાથી વધુનો ગ્રોથ જોવા મળશે. આ ધંધો સારા નાણા કમાવી આપશે.
ડેલ્ટા ઈલેકટ્રોનિકસ દ્વારા દેશમાં ૭૦૦ી વધુ ચાર્જીંગ સ્ટેશન સપવામાં આવ્યા છે. ૨૦૨૬ સુધીમાં આ કંપની ૫૦૦ મીલીયન ડોલર જેટલું અધધધ… મુડી રોકાણ તામિલનાડુમાં કરશે. ટૂંક સમયમાં ત્રીજો પ્લાન્ટ તામિલનાડુના ક્રિષનગરી ખાતે સપશે. સરકાર પેટ્રોલ-ડિઝલના સને ઈલેકટ્રીકી વાહનો ચાલે તેવું ઈચ્છે છે. ધીમે ધીમે ઈલેકટ્રોનિક વાહનો અંગે લોકોમાં જાગૃતતા આવવા લાગી છે. ટુ વ્હીલરની સાથો સાથ ઈલેકટ્રાનિક રીક્ષા અને કારનું વેંચાણ પણ વધ્યું છે. આ વેંચાણ વધવાની સાથે ઈલેકટ્રોનિક ચાર્જીંગ સ્ટેશનની જરૂરીયાત ઉભી થઈ છે. જેથી ઈલેકટ્રોનિક વ્હીકલ ચાર્જીંગના ધંધામાં આગામી ૩ વર્ષમાં ૫૦ ટકા જેટલો વધારો થશે તેવી ધારણા કંપની દ્વારા સેવાઈ છે.
વર્તમાન સમયમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમજ ટાટા મોટર્સ સહિતની સનિક જ્યારે હ્યુન્ડાઈ તા એમજી મોટર સહિતની આંતરરાષ્ટ્રીય કંપનીઓ બજારમાં એક પછી એક ઈલેકટ્રોનિક વ્હીકલ ઉતારી રહી છે. ભારતીય કાર બજારમાં લીડર ગણાતી મારૂતી સુઝુકીએ પણ વેગનઆર મોડેલના પ્લેટફોર્મ ઉપર આધારીત ૫૦ જેટલી ઈલેકટ્રોનિક કારનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. આગામી વર્ષે ઈલેકટ્રોનિક કારમાં વધારો જોવા મળે તેવી શકયતા છે. અહીં નોંધનીય છે કે, છેલ્લા ૪ થી ૫ વર્ષમાં ઈલેકટ્રોનિક કારનું વેંચાણ ધીમી ગતિએ વધ્યું છે. જો કે આગામી સમયમાં કેન્દ્ર સરકારના પ્રોત્સાહનોના કારણે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના વેંચાણમાં ઝડપ આવશે તેવી શકયતા કંપનીઓ સેવી રહી છે.