ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલના ક્ધસેપ્ટને સાકાર કરવા માટે મેદાને ઉતરેલા નેધરર્લેન્ડ, જર્મની, બ્રિટન તથા ચીન જેવા દેશોની યાદીમાં જોડાવાનો નિર્ણય ભારતે ભલે મોડો કર્યો પણ અમલીકરણની રેસમાં કદાચ ભારત અન્યોની સાથે થઇ જાય તેવા સંકેત મળી રહ્યા છે. આ અભિયાનનાં બીજા તબક્કામાં શું કરવું તે નક્કી કરવા માટે ગત સપ્તાહે નીતિ આયોગના અધિકારીઓએ ભારતનાં ટોચની બાઇક કંપનીઓના પ્રતિનીધિઓ સાથે બેઠક કરી અને તેમને  વર્ષ૨૦૨૫ થી દેશમાં ૧૫૦ સી.સી થી વધારેની એન્જીન કેપેસીટી વાળા ઇલેક્ટ્રિક સ્કુટરો કે મોટર સાયકલો જ વેચવાનું શરૂ કરવાની હિમાયત કરી હતી. આ બેઠકમાં હિરો, ટીવીએસ, તથા બજાજ ઓટો જેવી ભારતની ટોપ બ્રાન્ડના અધિકારીઓને બોલાવાયા હતા.

આમ તો ઇ-વ્હિકલનું અભિયાન ૨૦૧૭ થી શરૂ થયું છે. પણ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ હજુ માનતી નથી. બીજીતરફ મેટ્રો તથા મોટા શહેરોમાં છેલ્લા બે વર્ષમાં ઇ-બાઇકની સંખ્યામાં ખાસ્સો વધારો પણ જોવા મળ્યો છે. પણ આ બાઇકોની સ્પીડ હજુ ઘણી ઓછી છે.  ભારત એ ટુ-વ્હિલરનું સૌથી મોટુ બજાર ધરાવતો દેશ છે. ગત વર્ષે દેશમાં આશરે બે કરોડ ટુ-વ્હિલર વેચાયા હતા.આવડા મોડા માર્કેટને બદલવું અધરૂ તો છે પણ સરકારના મતે છ વર્ષનો સમય ગાળો ઓછો પણ નથી. ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરીને સરકાર પર્યાવરણ બચાવવા ઉપરાંત દેશની ક્રુડતેલની આયાત ઘટાડવાની પણ રણનિતી બનાવી રહી છે.કારણકે હવે સમયની સાથે ભારત ઇલેક્ટ્રિસીટીનાં ઉત્પાદન અને વપરાશના મામલે આત્મનિર્ભ થઇ રહ્યું છે. આગામી દિવસોમાં ભારત પાસે નોન-પિક અવર્સમાં વીજળી સરપ્લસ હશે. જેનો સીધો ઉપયોગ ટ્રાન્સ્પોર્ટેશનમાં કરી શકાય એમ છે.

સામાપક્ષે કંપનીઓનો બળાપો એ છે કે હાલમાં ભારતમાં પેટ્રોલ વાળા ટુ-વ્હિલરોનું વેચાણ છેલ્લા બે દાયકાનું સૌથી નીચું છે, કંપનીઓના નફામાં ઘટાડો છે ત્યારે આ સ્વીચ ઓવર ભારે નુકસાની તરફ દોરી જઇ શકે છે. ઉપરાંત હાલનાં લાખો સ્કીલ્ડ કામદારો બેરોજગાર થવાનો પણ ભય છે.

જો કે સરકાર મક્કમ છે, આ કંપનીઓને આગામી બે સપ્તાહમાં નક્કર પ્લાન તૈયાર કરવાનાં સંકેત અપાયા છે.કંપનીઓ વાળાને જણાવી દેવાયું છે કે આ સ્વીચ ઓવર દેશહિત માટે છે. જેના માટે સૌ એ સાથ આપવાનો રહેશે. અત્રે આર્થિક સમસ્યાઓ ઉપરાંત માળખાકિય સુવિધાની સમસ્યાઓ પણ વિઘ્નરૂપ બની શકે છે. દેશમાં પટ્રોલપંપોની જેમ ચાર્જીંગ સ્ટેશનોનું નેટવર્ક ઉભું કરવું જરૂરી છે, ઉપરાંત ઇલેક્ટ્રીક વાહનોના રીપેરીંગ માટેનો સ્ટાફ પણ જરૂરી છે. જો આ સુવિધા નહીં હોય તો ભારત વિશ્વમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવે તેવો ભય છે.

એમ તો સરકાર સ્થાનિક સ્તરે બેટરીના ઉત્પાદકોને આર્થિક પ્રોત્સાહન આપવાની પણ યોજના બનાવી રહી છે. ટુવ્હિલરો ઉપરાંત દેશની ટેક્સી ચેઇન કંપનીઓ ઓલા- ઉબરને પણ ૪૦ ટકા ટેક્સી બેટરી આધારિત કરવાની ભલામણ કરી રહી છે.અમુક ઇ-વ્હિકલ ના ઉત્પાદન શરૂ કરનારી કંપનીઓ આ સેક્ટરના પડકારોને કબુલ કરે છે પણ સાથે જ આ ચેન્જઓવરની આવશ્યકતા પર પણ ભાર મુકે છે અને વૈશ્વિક બજારનો દાખલો આપે છે.

અર્થાત મસમોટું ક્રુડ ઇમ્પોર્ટ બિલ આપણી ઇકોનોમી સામે ફાટક બની રહ્યું હોવા છતાં દેશમાં જ આ અભિયાનનો વિરોધ છે , વિરોધ નહીં તો તેના ઝડપી અમલની તૈયારી નથી. જેને આપણે માર્કેટ રેડીનેસ કહી શકીએ. પણ આ એક પરિવર્તનનો તબક્કો છે

જ્યારે પણ આવા સમયગાળામાં થી દેશ પસાર થઇ રહ્યો હોય ત્યારે જનતાની માનસિકતા બદલવામાં સમય લાગે જ છે.આવા સમયે એક વધારાના બળની જરૂર હોય છે.  ઇલેક્ટ્રિકની ભાષામાં કહીએ તો હાલમાં ઇન્ડસ્ટ્રીને ડબલ ચાર્જીગની જરૂર

છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.