કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી ખુશખબર
દેશમાં 200 જેટલા રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે ડેવલપ કરાશે: સોમનાથ તથા ભુજનું રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટમાં આવરી લેવાયું: સૌરાષ્ટ્રના રેલ્વે સ્ટેશનનોની પણ કાયાપલટ થશે
ભારત સરકારના કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત પ્રવાસે છે. તેઓએ મહત્વની ખુશખબર આપી કે આવતા વર્ષના અંતમાં તમામ બ્રોડગેજ લાઈન ઉપર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડતી થઈ જશે. દેશમાં 200 જેટલા રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે ડેવલપ કરાશે. જેમાં સોમનાથ તથા ભુજનું રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટમાં આવરી લેવાયુ છે. આ સાથે સૌરાષ્ટ્રના રેલ્વે સ્ટેશનનોની પણ કાયાપલટ થશે.
ડબલ એન્જિનની સરકારે રેલવે ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના ડ્રાઇવિંગ ડબલ એન્જિન યુવા સંવાદ કાર્યક્રમનું અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સેનેટોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ દેશમાં 200 જેટલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન નિર્માણધીન થશે. સાથોસાથ યુવાનોના નવા વિચારથી નવા ભારતનું નિર્માણ થશે.આગામી સમયમાં ભારતીય રેલવેમાં થનારા પ્રોજેકટના કાર્યો સહિતના વિવિધ મુદા પર મંત્રી અશ્વિની વૈષ્ણવએ યુવા સંવાદમાં યુવાનો સાથે ચર્ચા કરી હતી.
ભારતના રેલ્વે સ્ટેશન વર્લ્ડ ક્લાસ સુવિધા ધરાવતા રેલવે સ્ટેશન બનશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સ્ટેશનોની પણ કાયાપલટ થશે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે પુન:કાર્યરત કરાશે.સાથોસાથ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવના રાજ્ય માટે ગૌરવ લેવા જેવી વાત છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય રેલવે વેસ્ટર્ન ડિવિઝનના અધિકારીઓ તથા કર્મચારીઓએ તેમજ ગુજરાત યુનિવર્સિટીના વી.સી, પ્રોફેસર સહિતના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
ઇલેક્ટ્રિફિકેશન અને ટ્રેક વધારાનું નેટવર્ક તેમજ ક્રૂડ ઉપરનું ભારણ ઘટાડવા શું આયોજન છે તેવા અબતકના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ ખૂબ સારી બાબત છે દેશમાં 90 ટકા ઇલેક્ટ્રીફીકેશન થઈ ચૂક્યું છે.તદુપરાંત હજુ થોડાક વચગાળામાં ઇલેક્ટ્રિકશન રહી ગયુ છે.તેના પર દર અઠવાડિયા નવા સેક્સન શરૂ કરવામાં આવે છે.આવતા વર્ષના અંતમાં દેશમાં રેલવેની બધી મેઇન બ્રોડગેજ લાઈનોમાં ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ થઈ જશે.
આ ઉપરાંત તેઓએ કહ્યું કે ગુજરાતને આગામી દિવસોમાં સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચર ક્ષેત્રમાં મોટી તકો મળશે સાથોસાથ ગુજરાતના ઢોલેરામાં એક લાખ રોજગારી ઉભી થવાની કાર્યક્રમમાં જાહેરાત કરી હતી.