હાલ લોકોમાં ઈ-વિહિકલનું ચલણ વધી રહ્યું છે. ગુજરાતના લોકો પણ ઈ-વિહિકલ તરફ આગળ વધ્યા છે. ત્યારે ઈ-વિહિકલમાં સલામતીને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં ઈ-સ્કુટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરી એક વખત ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લગાવની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના વડુંમથક વેરાવળની છે. જ્યાં ફરી એક વખત ઈ-સ્કુટર ભળકે બળ્યું છે.
મળતી માહિતી મુજબ આ ઘટના વેરાવળના બસ સ્ટેન્ડ રોડની સામે ઈલેક્ટ્રીક સ્કૂટરમાં પહેલા ધુમાડા નીકળ્યા અને ત્યારબાદ સ્કૂટર આગની લપેટમાં સમાઈ ગયું હતું.
પાટણમાં પણ સળગ્યું હતું ઇલેક્ટ્રિક સ્કૂટર
પાટણની સુવિધાનાથ સોસાયટીમાં ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના ઘરે ચાર્જ થઈ રહી હતી ત્યારે બની હતી. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયૉ હતો.